ચુંટણી પહેલા જ કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે? વધુ એક ધારાસભ્ય કેસરિયા કરશે
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરજોશમાં ખીલી છે. પરંતુ આ મોસમમાં ક્યાંક કોંગ્રેસને પાનખરનો સામનો કરવો ન પડે. હાલ કોંગ્રેસનો માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યાં છે. આ પક્ષપલટો લાંબો ચાલ્યો હતો ચુંટણી પહેલા જ કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે. આવામાં કોંગ્રેસના વધુ ધારાસભ્ય કેસરિયા કરવા જઈ રહ્યાં છે.
અમદાવાદ :ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ પૂરજોશમાં ખીલી છે. પરંતુ આ મોસમમાં ક્યાંક કોંગ્રેસને પાનખરનો સામનો કરવો ન પડે. હાલ કોંગ્રેસનો માહોલ પાનખર ઋતુ જેવો બન્યો છે. એક એક કરીને ગઢના કાંગરા ખરી રહ્યાં છે. આ પક્ષપલટો લાંબો ચાલ્યો હતો ચુંટણી પહેલા જ કોંગ્રેસના સૂંપડા સાફ થઈ જશે. આવામાં કોંગ્રેસના વધુ ધારાસભ્ય કેસરિયા કરવા જઈ રહ્યાં છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ કેસરિયા કરી શકે છે. સ્થાનિક આગેવાનોને કમલમમાં હાજર રહેવા સૂચના અપાઈ છે. સાથે જ સાંબરકાંઠા જિલ્લાના સાંસદો અને ધારાસભ્યોને પણ હાજર રહેવા ભાજપે સૂચના આપી છે. વિજયનગર, ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો કમલમમાં હાજર રહેવા તેવું આયોજન કરાયુ છે.
આ પણ વાંચો : સ્થાપના દિન પહેલા જે જિલ્લાને મેળવવા માટે ગુજરાતને સંઘર્ષ કરવો પડ્યો હતો, તે ડાંગ આજે ગુજરાતની શાન બન્યું
કોટવાલના પક્ષપલટા પર કોંગ્રેસનો વાર
તો પક્ષપલટા અંગે વિધાનસભાના કોંગ્રેસના દંડક સીજે ચાવડાએ કહ્યું કે અશ્વિન કોટવાલ સત્તા લાલચુ છે. સત્તાની લાલચ આપી ભાજપ પક્ષપલટો કરાવે છે.અશ્વિન કોટવાલને આદિવાસી જનતા ક્યારેય માફ નહીં કરે. વિશ્વાસઘાતનો જવાબ ચૂંટણીના પરિણામોમાં મળી જશે.
અશ્વિન કોટવાલની કુંડળી
અશ્વિન કોટવાલ સતત ત્રણ ટર્મથી ખેડબ્રહ્મા બેઠક પરથી વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. 2007,2012 અને 2017 વિધાનસભા ચૂંટણીમાં જીતીને કોંગ્રેસના ધારાસભ્ય બન્યા છે. અશ્વિન કોટવાલનો પરિવાર વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે. અશ્વિન કોટલાવના પિતા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે. અશ્વિન કોટવાલના પુત્ર પણ વિજયનગર તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે.
આ પણ વાંચો : હવે ગુજરાતીઓને કાશ્મીર-કેરળ જવાની જરૂર નહિ પડે, હાઉસબોટની તસવીરો જોઈને તમારુ મન લલચાઈ જશે
પક્ષપલટાની મોસમ
- પ્રવીણ મારુ
અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય
હાલ નેતા ભાજપ
- ઈન્દ્રનીલ રાજ્યગુરુ
અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય
હાલ નેતા આપ
- કમાભાઈ રાઠોડ
અગાઉ પૂર્વ ધારાસભ્ય, અપક્ષ
હાલ નેતા ભાજપ
- પ્રાગજીભાઈ પટેલ
અગાઉ પૂર્વ ધારાસભ્ય, ભાજપ
હાલ ભાજપમાં ઘરવાપસી
- જયરાજસિંહ પરમાર
અગાઉ કોંગ્રેસના પ્રવકતા
હાલ નેતા ભાજપ
- મણિભાઈ વાઘેલા
અગાઉ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય
હાલ નેતા ભાજપ
જોકે, કોંગ્રેસમાઁથી ભાજપમાં ગયેલા કેટલાક નેતાઓનું કદ ઓછુ થયુ છે. જેમાં કુવંરજી બાવળિયા, જવાહર ચાવડા અને અલ્પેશ ઠાકોરનું નામ મોખરે છે. ભાજપમાં જઈને નવરા પડેલા અનેક કોંગ્રેસના નેતાઓને ભાજપમાં ગૂંગળામણ થઈ રહી છે, કેમકે હજુ ભાજપની નેતાગીરી આવા આયાતી કૉંગ્રેસના નેતાજીઓ પર એટલો બધો વિશ્વાસ રાખી શકતી નથી. આ લિસ્ટમાં બીજા પણ અનેક નામ છે. જેમ કે, ધવલસિંહ ઝાલા, અક્ષય પટેલ, બ્રિજેશ મેરજા.