Amreli News : અમરેલીમાં પત્રિકાકાંડમાં પાટીદાર દીકરી સાથે બનેલી ઘટના બાદ હવે તેના પડઘા પડી રહ્યાં છે. આ વચ્ચે અમરેલીમાં પૂર્વ વિપક્ષ નેતાએ ઉપવાસની ચીમકી આપી છે. પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણી ઉપવાસ કરશે. 24 કલાકમાં પોલિસકર્મી વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમણે માંગ કરી છે. તેમણે ચીમકી આપતા કહ્યું કે, નેતાના ઈસારે યુવતીને પરેશાન કરનાર કર્મચારી પર કાર્યવાહી થાય છે. અમરેલી પોલીસવડાની કચેરી સામે ઉપવાસ કરીશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટરકાંડમા પાયલ ગોટી મામલે પરેશ ધાનાણી પણ મેદાનમાં ઉતર્યા છે. પુર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી યુવતીને ન્યાય અપાવવા માંગ કરી છે. બનાવટી લેટર કાંડમા યુવતી પાયલ નિર્દોષ હોવાનું તેમણે જણાવ્યું. તેઓએ વધુમાં કહ્યું કે, યુવતી પાયલને પોલીસે 16 કલાક ગેરકાયદેસર ગોંધી રાખી. યુવતીને ઢોર માર મારવામાં આવ્યો છે. 


ગુજરાતી યુવકે તોડી અયોધ્યા રામ મંદિરની સિક્યુરિટી, છુપાઈને કર્યો મોટો કાંડ


પરેશ ધાનાણીએ ભાજપ સરકાર અને ધારાસભ્ય કૌશીક વેકરીયાને ચીમકી આપી. આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓને ડીસમીસ કરવાની માંગ કરી. ધાનાણીએ કહ્યું કે, 24 કલાકમાં દિકરીને પટ્ટા મારનારના પટ્ટા ઉતારી દીકરીને ન્યાય આપો. 24 કલાકમાં પગલા નહી લેવાય તો ગુરુવારે સવારે 10 વાગે થી અમરેલી જિલ્લા પોલીસ વડા સામે કરીશ 24 કલાકના ઉપવાસ કરીશ. 


ગુજરાત સરકારે ખેડૂતોની આ મહત્વની યોજનામાં કર્યો મોટો સુધારો, સહાય લેતા પહેલા જાણી લે