Gujarat Vidhansabha By-Election: લોકસભાની ચૂંટણી સાથે હવે વિધાનસભાની પાંચ ખાલી પડેલી જગ્યાઓની પણ પેટા ચૂંટણી યોજાઇ રહી છે. જેમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને ભાજપે મેદાને ઉતાર્યા છે. પરંતુ કોંગ્રેસને હજું સુધી કઈ ઉમેદવાર મળ્યો નથી. પરંતુ આજે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં પટેલ ઉમેદવાર કોંગ્રસની પહેલી પસંદ રહી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'જેટલાને બચાવવા હોય એટલાને બચાવી લો...', સુરત સહિત દેશમાં 52 સ્થળોએ બોમ્બ ગોઠવ્યાનો


વિજાપુરના કાંઠા વિસ્તારના ઉદ્યોગપતિને કોંગ્રેસ મેદાને ઉતારશે. જી હા...દિનેશભાઇ તુલસીભાઈ પટેલ (મુખી) પર કોંગ્રેસ પસંદગીનો કળશ ઢોળી શકે છે. દિનેશ પટેલ કાંઠા પટેલ સમાજમાં આગવી ઓળખ ધરાવે છે. દિનેશ પટેલના પિતા અને પુરો પરિવાર કોંગ્રેસ સાથે જોડાયેલો છે. એટલે કે વિજાપુરમાં ક્ષત્રિય વર્સીસ પટેલનો જંગ જામી શકે છે. વિજાપુરમાં સી જે ચાવડા માટે દિનેશ પટેલ મોટો પડકાર બની શકે છે.


'રૂપાલાના નિવેદનનો મને આઘાત લાગ્યો પરંતુ હું ભાજપની વિચારધારા સાથે જોડાયેલો છું'


ઉલ્લેખનીય છે કે, મહેસાણા જિલ્લાની વિજાપુર વિધાનસભા સીટ પર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ડો.સી.જે ચાવડા તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા. જ્યારે સી.જે.ચાવડા એ પંજાનો સાથ છોડી ભાજપનો ખેસ પહેર્યો હતો. ત્યારે આ સીટ પર ફરી એકવાર ભાજપ વિજાપુર વિધાનસભા સીટ પર ડો.સી.જે ચાવડાને મેદાને ઉતારશે તેવું લગભગ નક્કી જેવું હતું. 12 ફેબ્રુઆરી એ પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા સહિત અનેક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા હતાં. વિજાપુરમાં સીઆર પાટીલ પહોંચ્યા હતા. જ્યાં સીજે ચાવડાને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં જોડવામાં આવ્યા હતા.


અંબાલાલ પટેલે તારીખ સાથે કહ્યું ગુજરાતમાં ક્યારે ક્યા શું થશે? નવાજૂનીના એંધાણ


2022માં વિજાપુરથી જીત
વિજાપુર વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીના ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ વર્ષ 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓએ ભાજપના સિટીંગ ધારાસભ્ય રમણલાલ ધુળાભાઇ પટેલને હાર આપી હતી. 2022માં 2,24,700 મતદારોએ મતદાન કર્યુ હતુ. જેમાંથી સીજે ચાવડાને 78,749 મત મળ્યા હતા. જ્યારે હરીફ ઉમેદવાર રમણ પટેલને 71696 મત મળ્યા હતા. આપના ઉમેદવાર ચિરાગ પટેલને 5019 અને નોટામાં 2059 મત પડ્યા હતા. આમ સીજે ચાવડાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો.


રૂપાલા વિવાદ વચ્ચે આ બેઠક બની હાઈપ્રોફાઈલ; 'ભાજપ' અને 'આપ' બાદ 'બાપ'ની એન્ટ્રી


કોણ છે સી.જે ચાવડા?
ગુજરાત સરકારના અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકેલા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલા ડો. સી જે ચાવડા છેલ્લા 20 વર્ષથી વધુના સમયથી રાજકારણમાં સક્રિય છે. જ્યારથી રાજકારણમાં આવ્યા ત્યારથી કોંગ્રેસમાં જ રહ્યા હતા. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. 2019માં ગાંધીનગર બેઠક પરથી લોકસભાની ચુંટણી હાર્યા હતા.


ભરત બોઘરા નહીં તો કોણ? શા માટે નીચી નજરે કર્યા ખુલાસા, આગ વિના કેમ ઉઠ્યો ધૂમાડો?