કોંગ્રેસી ધારાસભ્યએ આખા રાજ્યને ખતરામાં મુક્યું? કોરોના હોવા છતા CM સહિત ઉચ્ચ નેતાઓ સાથે બેઠક
જમાલપુર- ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે.
અમદાવાદ : જમાલપુર- ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. ઇમરાન ખેડાવાલાએ આજે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધઆન નીતિન પટેલ , ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય શૈલે, પરમાર અને ગ્યાસુદીન શેખ સાથે બેઠક કરી હતી. હાઇપ્રોફાઇલ લોકોને મળ્યા બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. બીજી ચોંકાવનારી બાબત છે કે, આ મુલાકાત બાદ આ તમામ ધારાસભ્યોએ પત્રકારો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમની સાથે ચર્ચા કરી હતી. જેથી પત્રકારોમાં પણ હાલ ફફડાટ વ્યાપ્યો છે.
ગુજરાતનાં પોલીસ જવાનો હાલ ફરજ નહી પરંતુ માનવતાનું સર્વોચ્ચ કામ કરી રહ્યા છે: DGP
મુખ્યમંત્રીએ પણ લોકડાઉન અને અમદાવાદ કોટ વિસ્તારમાં કર્ફ્યું અંગે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં રાજ્યનાં અનેક ખ્યાતનામ અને વરિષ્ઠ પત્રકારો જોડાયા હતા. હાલ તો ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ તેમની જેમની જેમની સાથે મુલાકાત થઇ તેની યાદી પણ બનાવાઇ રહી છે.
અમદાવાદ કોટ વિસ્તારમાં કોરોના બેકાબુ, જેથી કર્ફ્યુંનો નિર્ણય યથા યોગ્ય: જયંતિ રવિ
રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી સહિતનાં ઉચ્ચ નેતાઓ સાથે મુલાકાત બાદ ટેસ્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. કારણ કે હાલ રાજ્યી કઠીન સ્થિતીના કારણે મુખ્યમંત્રી સહિતનાં નેતાઓ પર કામનું ખુબ જ ભારણ છે ઉપરાંત કેટલાક મહત્વનાં નિર્ણયો પણ ત્વરીત લેવાનાં હોય છે. તેવામાં રાજ્યનાં ટોચનાં ત્રણ નેતાઓ સાથે બેઠક થાય અને ધારાસભ્ય પોઝિટિવ નિકળે તો તે એક ખુબ જ ચોંકાવનારી બાબત સિદ્ધ થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર