• લલિત વસોયાએ ફેસબુક લાઈવ કરીને પોતાની ભૂલ જાહેરમાં સ્વીકારી. સાથે જ સરકારી તંત્રના પણ વખાણ કર્યાં 

  • તેમણે કહ્યું કે, ગૃહ અધ્યક્ષ વારંવાર ટકોર કરે પણ માસ્ક ન પહેર્યુ. બીજી લહેરમાં હું ઝપેટમાં આવ્યો


દિનેશ ચંદ્રવાડિયા/ધોરાજી :કોરોનાથી ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ સંક્રમિત થઈ ચૂક્યા છે. અનેક નેતાઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. કોરોના થયા બાદ જાહેરમા હરતાફરતા નેતાઓની શાન ઠેકાણે આવી રહી છે. આ વાયરસ કેટલો જોખમી છે તે તેમને ખબર પડી રહી છે. આવામાં કોંગ્રેસ (congress) ના ધારાસભ્યએ કોરોના થયા બાદ પોતાની ભૂલ સ્વીકારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (lalit vasoya) એ કોરોનાને મહાત કર્યો. ત્યાર બાદ લલિત વસોયાએ સોશિયલ મીડિયા ઉપર નિવેદન આપ્યું કે, પોતાના પરિવાર અને સમાજ માટે સાવચેતી રાખો. હું પોતે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતો ન હતો. ગૃહ અધ્યક્ષ વારંવાર ટકોર કરે પણ માસ્ક ન પહેર્યુ. બીજી લહેરમાં હું ઝપેટમાં આવ્યો. હવે સમજાણું કે, કોરોના કેવો ભયાનક છે. સાવચેતીથી જ કોરોના (corona virus) થી બચી શકાય છે. મેં ભૂલ કરી અને મારો આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો.


વલસાડનુ ભયાનક દ્રશ્ય, ત્રણ-ત્રણ દિવસના મૃતદેહો સડી જતા દુર્ગંધ મારવા લાગી, પણ સ્વજનોને ન અપાયા  


સાથે જ કોંગ્રેસના ધારાસભ્યએ સરકારી તંત્રના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, સરકારી તંત્ર ખૂબ જ મહેનત કરે છે, રાત્રે જાગીને પણ કોરોનાના દર્દી માટે વ્યવસ્થા માટે લાગી જાય છે. કોરોનાની હોસ્પિટલ માટે જિલ્લા વહીવટી તંત્ર રાત દિવસ કામ કરે છે. સરકારી તંત્ર રાત્રે જાગીને પણ ઓક્સિજનની બોટલની વ્યવસ્થા કરી આપે છે. પોતાના પરિવાર અને સમાજની સુરક્ષા માટે સરકારી સૂચના અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો. 


તમારી હિંમત સામે કોરોના કંઈ નથી એટલુ સમજી લેજો, 20 વર્ષની કૃપાએ માત્ર 6 દિવસમાં કોરોનાને હંફાવ્યો



સાથે જ તેમણે કહ્યું કે, હોસ્પિટલમાં રૂમમાં એકલા રહેવામાં અનેક યાતનાઓ ભોગવવી પડે છે. હું કહું છું કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરો. જરૂર સિવાય બહાર ન નીકળો. સરકાર અને તંત્રની બહુ ભુલો છે પણ ટીકા કરવાનો સમય નથી. ઈન્જેક્શન સહિત બધામાં લાઈનો લાગે છે કરૂણ સ્થિતિ છે. આપણે જ આપણા પરિવારને બચાવી શકીએ. હોસ્પિટલમાં દાખલ થવા માટે લોકો રડે છે, હોસ્પિટમાં હતો બનતા પ્રયત્નો કરી 40 થી લોકોને દાખલ કરાવી શક્યો છું. ઘણાં લોકો મારાથી નારાજ થયા હશે, તંત્ર અને અધિકારીઓ ઘણું કામ કરે છે.