પ્રવિણ મારુની ZEE 24 kalak સાથે Exclusive વાત, કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાનું જણાવ્યું કારણ
કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામાનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે. ગઈકાલે કોંગ્રેસ (Congress) ના જેવી કાકડિયા, સોમાભાઈ પટેલ, પ્રદ્યુમન જાડેજા અને પ્રવીણ મારુએ રાજીનામુ આપ્યું હતું. જેના બાદ સતત બીજા દિવસે મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. ત્યારે ગઢડાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનાર પ્રવિણ મારુ (Pravin maru) એ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. મેં હજુ ભાજપમાં જવાનો વિચાર કર્યો નથી. વિવિધ સમાજને તક મળવી જોઈએ તેવી મારી માંગ હતી. કોંગ્રેસને કેટલાક લોકો ખોખલી કરી રહ્યા છે.
ઝી મીડિયા/બ્યૂરો :કોંગ્રેસમાંથી ધારાસભ્યોના રાજીનામાનો આંકડો પાંચ પર પહોંચી ગયો છે. ગઈકાલે કોંગ્રેસ (Congress) ના જેવી કાકડિયા, સોમાભાઈ પટેલ, પ્રદ્યુમન જાડેજા અને પ્રવીણ મારુએ રાજીનામુ આપ્યું હતું. જેના બાદ સતત બીજા દિવસે મંગળ ગાવિતનું રાજીનામુ પડ્યું છે. ત્યારે ગઢડાના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપનાર પ્રવિણ મારુ (Pravin maru) એ ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે. મેં હજુ ભાજપમાં જવાનો વિચાર કર્યો નથી. વિવિધ સમાજને તક મળવી જોઈએ તેવી મારી માંગ હતી. કોંગ્રેસને કેટલાક લોકો ખોખલી કરી રહ્યા છે.
ભાજપે કોંગ્રેસની પાંચમી વિકેટ પાડી, ધારાસભ્ય મંગળ ગાવિતના રાજીનામાની ચર્ચા
રાજીનામા વિશે કોંગ્રસે વિચારવાની જરૂર
કોંગ્રેસના કમિટેડ કાર્યકર્તા કહેવાતા પ્રવિણ મારુએ શા માટે રાજીનામુ આપ્યું તે અંગે તેમણે જણાવ્યું કે, રાજીનામુ આપવા બાદ તમામ મતદારોની માફી માંગી છું. આ રાજીનામુ આપવા પાછળ કોંગ્રેસે ખરેખર મનોમંથન કરવાની જરૂર છે. મારા મતે જ્યોતિરાદિત્ય સિંઘે જે રાજીનામુ આપ્યું તે કોંગ્રેસ માટે દુખદ સમાચાર હતા. હાલ જે પરિસ્થિત થઈ રહી છે, રાજીનામા વિશે કોંગ્રસે વિચારવાની જરૂર છે. કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હોય, અને કોંગ્રેસની અંદર ગદ્દારી કરવી એ અમારા ખૂનમાં નથી. જે લોકો કોંગ્રેસેને ડેમેજ કરી રહ્યા છે તેમની સામે લાલ આંખ કરું છું.
‘આ ગઈ નાગિન ઝહેર ઉગલને....’ ફરી એકવાર ગંદી રીતે ટ્રોલ થઈ સ્વરા ભાસ્કર
ભાજપના કર્યાં વખાણ
તેમણે કહ્યું કે, પ્રભારી રાજીવ સાતવની સામે પણ અમે અમારો અવાજ ઉઠાવ્યો હતો. અનુશાસન ન હોવાને કારણે અનેક લોકો કોંગ્રેસેને ડેમેજ કરી રહ્યાં છે. હું હજુ પાર્ટીમાં છું, અને બીજેપીમાં જવાનો વિચાર નથી કર્યો. કોંગ્રેસ પાર્ટીને નુકસાન થવા માટે જવાબદાર આગેવાનો જ છે. કોઈ વ્યક્તિનું નામ ન આપી શકાય, કોંગ્રેસમાં પોતે જ પોતાનું આત્મમંથન કરે. તેઓ પરિવારને જ નુકસાન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, મેં રજૂઆત કરી હતી કે જે પાયાના આગેવાનને તક મળવી જોઈએ. ભાજપમાં પણ રોટેશન સિસ્ટમ છે, ત્યાં દરેક કાર્યકરને તક મળતી રહે છે. આ માંગણી છેલ્લા ચાર વર્ષથી હોવા છતાં માંગણી સંતોષાતી નથી.
ગુજરાતમાં એપિડેમિક એક્ટ લાગુ, તમારા ઘરે કોઈ વિદેશથી આવ્યું હોય તો ખાસ વાંચી લો આ સમાચાર
જરૂર પડ્યે ત્યારે કોંગ્રેસની આંખ ઉઘડે છે
રૂપિયા લઈને રાજીનામુ આપ્યું તે અંગે તેમણે સ્પષ્ટતા કરી કે, આ ખોટી વાત છે અફવા ફેલાવાઈ રહી છે. હાલ નિર્ણય લેવાની ફરજ એટલા માટે પડી કે, જ્યાં બોલીએ છીએ ત્યારે તો કોંગ્રેસની આંખ ઉઘડતી નથી. જ્યારે જરૂર પડે છે ત્યારે જ કોંગ્રેસની આંખ ઉઘડે છે. હાલ મને તક મળી, એટલે રાજીનામુ આપ્યું. સામાન્ય દિવસોમાં રજૂઆત કરીએ છીએ તો કંઈ થતુ નથી. રાહુલ ગાંધીએ લોકસભા ઈલેક્શન સમયે કહ્યું હતું કે હું મળીશ. પણ હજી સુધી તેઓ મને મળ્યા નથી. તો ભાજપમાં જોડાવા અંગે હજુ સુધી કંઈ વિચાર્યું નથી.
સાથે જ તેમણે બળદેવ ઠાકર પણ કોંગ્રેસથી નારાજ હોવાનો સૂર આલાપ્યો હતો. તેમણે કહ્યું કે, ઘણા ધારાસભ્યો નારાજ છે. 25 થી 30 ધારાસભ્યો છે. સીજે ચાવડા, બળદેવજી, કાકડિયા જેવા ધારાસભ્યો પાર્ટીની રીતરસમથી નારાજ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...