‘આ ગઈ નાગિન ઝહેર ઉગલને....’ ફરી એકવાર ગંદી રીતે ટ્રોલ થઈ સ્વરા ભાસ્કર

બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ને લોકોએ ફરીએકવાર સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રોલ કરી રહી છે. બે વર્ષ પહેલા ફિલ્મ વીરે દી વેડિંગમાં નજર આવેલી સ્વરા ભલે બોલિવુડમાં સફળ એક્ટ્રેસ હોય, પરંતુ હાલ ભારત સરકાર વિર્દુધ સતત પોતાનો ક્રોધ વ્યક્ત કરીને તે કેટલાક લોકોના રોષનો શિકાર બની રહી છે. NPR (National Population Register) અને NRC (National Register of Citizens)ના વિરોધમાં સ્વરા સત લોકોની વચ્ચે ડાયલોગબાજી કરતી નજર આવી રહી છે. 

Updated By: Mar 16, 2020, 08:53 AM IST
‘આ ગઈ નાગિન ઝહેર ઉગલને....’ ફરી એકવાર ગંદી રીતે ટ્રોલ થઈ સ્વરા ભાસ્કર

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર (Swara Bhaskar) ને લોકોએ ફરીએકવાર સોશિયલ મીડિયા પર જોરદાર રીતે ટ્રોલ કરી રહી છે. બે વર્ષ પહેલા ફિલ્મ વીરે દી વેડિંગમાં નજર આવેલી સ્વરા ભલે બોલિવુડમાં સફળ એક્ટ્રેસ હોય, પરંતુ હાલ ભારત સરકાર વિર્દુધ સતત પોતાનો ક્રોધ વ્યક્ત કરીને તે કેટલાક લોકોના રોષનો શિકાર બની રહી છે. NPR (National Population Register) અને NRC (National Register of Citizens)ના વિરોધમાં સ્વરા સત લોકોની વચ્ચે ડાયલોગબાજી કરતી નજર આવી રહી છે. 

ગુજરાતમાં એપિડેમિક એક્ટ લાગુ, તમારા ઘરે કોઈ વિદેશથી આવ્યું હોય તો ખાસ વાંચી લો આ સમાચાર

NPR અને NRC અંતર્ગત ભારતીય લોકોને પોતાની નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવ્યું. 90 ટકા લોકોની પાસે સાબિત કરવા માટે કોઈ સરકારી જન્મપ્રમાણ પત્ર નથી. શું તમામને ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવશે, આ ડર વિશે સૌને ખબર છે. કેન્દ્રમાં મારી અપીલ છે કે, NPR અને NRCને રોકી દેવામાં આવે. 

હાલમાં જ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે NPR અને NRC ને લઈને ટ્વિટ કરી હતી. જેમાં લખ્યું હતું કે, NPR અને NRC અંતર્ગત જનતાને પોતાની નાગરિકતા સાબિત કરવાનું કહેવામાં આવશે. 90 ટકા લોકોની પાસે તે સાબિત કરવા માટે કોઈ સરકારી જન્મપ્રમાણ પત્ર નથી. શું સૌને ડિટેન્શન સેન્ટર મોકલવામાં આવશે. આ ડર સૌને સતાવી રહ્યો છે. કેન્દ્રમાં મારી અપીલ છે કે, NPR અને NRC ને રોકી દેવામાં આવે. કેજરીવાલને આ ટ્વિટને રિટ્વીટ કરતા સ્વરા ભાસ્કરે સીએમના વખાણ કર્યા, જેના બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. 

ઈરાનમાં ફસાયેલા 53 ભારતીયોને એરલિફ્ટ કરાયા, તો યુરોપથી પણ 44 ભારતીય પરત ફર્યાં

એક યુઝરે લખ્યું કે, આ ગઈ નાગિન ઝહર ઉગલને.... તો બીજા એક યુઝરે લખ્યું કે, પબ્લિકની તો માલૂમ નથી કે, પરંતુ તમારી વિરુદ્ધ જરૂર છે આંટી. ઉલ્લેખનીય છે કે, સ્વરાએ પોતાની 9 વર્ષની ફિલ્મી કરિયરમાં એક પણ એવી ફિ્લમ કરી નથી જે પોપ્યુલર બની હોય, અને તેને વધુ સફળતા મળી હોય. તો પોતાની લગભગ ફિલ્મોમાં તે કો-એક્ટ્રેસના રૂમમાં સામે આવી છે. તેથી તે હંમેશા સમાચારમાં રહેવા માટે કોઈને કોઈ ટ્વિટ કરતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

બોલિવુડના અન્ય સમાચાર માટે ક્લિક કરો અહીં....