ગુજરાતમાં એપિડેમિક એક્ટ લાગુ, તમારા ઘરે કોઈ વિદેશથી આવ્યું હોય તો ખાસ વાંચી લો આ સમાચાર

દેશભરના અનેક રાજ્યોમાં કોરોના (corona virus) પગપેસારો કરી રહ્યો છે. જોકે, ગુજરાત હજી સુધી કોરોનાના કહેરથી દૂર છે. પરંતુ રાજ્યભરમાં કોરોના (corona india) ને લઈને સરકારથી લઈને સામાન્ય નાગરિકોમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં એપિડેમિક એક્ટ (Epidemic Diseases Act) લાગુ કરી દેવામાં આવ્યો છે. જેમાં વિદેશથી આવેલી વ્યક્તિ 14 દિવસ ઘર બહાર નહિ નીકળી શકે. વ્યક્તિ બીમાર હોય કે ન હોય, તેને 14 દિવસ સુધી ઘરમાં રહેવું પડશે. આ એક્ટ અંતર્ગત હેલ્થ વિભાગને ફરિયાદ મળશે તો તેની સામે કાર્યવાહી કરાશે. વિદેશથી આવેલી વ્યક્તિ બહાર નીકળે તો તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડી દેવાશે. આ વ્યક્તિ ઘરની અંદર કે બહારના વ્યક્તિઓ સાથે સંપર્ક કરી શકશે નહિ. પોતાના ઘરમાં પણ સ્વજનોથી અંતર રાખવું પડશે.
ગુજરાતમાં એપિડેમિક એક્ટ લાગુ, તમારા ઘરે કોઈ વિદેશથી આવ્યું હોય તો ખાસ વાંચી લો આ સમાચાર

ઝી મીડિયા/બ્યૂરો :દેશભરના અનેક રાજ્યોમાં કોરોના (corona virus) પગપેસારો કરી રહ્યો છે. જોકે, ગુજરાત હજી સુધી કોરોનાના કહેરથી દૂર છે. પરંતુ રાજ્યભરમાં કોરોના (corona india) ને લઈને સરકારથી લઈને સામાન્ય નાગરિકોમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. કોરોનાના કહેર વચ્ચે ગુજરાતમાં એપિડેમિક એક્ટ (Epidemic Diseases Act) લાગુ કરી દેવામાં આવ્યો છે. જેમાં વિદેશથી આવેલી વ્યક્તિ 14 દિવસ ઘર બહાર નહિ નીકળી શકે. વ્યક્તિ બીમાર હોય કે ન હોય, તેને 14 દિવસ સુધી ઘરમાં રહેવું પડશે. આ એક્ટ અંતર્ગત હેલ્થ વિભાગને ફરિયાદ મળશે તો તેની સામે કાર્યવાહી કરાશે. વિદેશથી આવેલી વ્યક્તિ બહાર નીકળે તો તેને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડી દેવાશે. આ વ્યક્તિ ઘરની અંદર કે બહારના વ્યક્તિઓ સાથે સંપર્ક કરી શકશે નહિ. પોતાના ઘરમાં પણ સ્વજનોથી અંતર રાખવું પડશે.

ઈરાનમાં ફસાયેલા 53 ભારતીયોને એરલિફ્ટ કરાયા, તો યુરોપથી પણ 44 ભારતીય પરત ફર્યાં

એક્ટનું પાલન ન કરનારા સામે પગલા લેવાશે
ગુજરાત સરકારે રાજ્યમાં એપેડેમિક ડિસીસ એક્ટ 1897 લાગુ કરવાની જાહેરાત કરી છે. જેમાં ચીન, જાપાન, ઈટાલી, ફ્રાન્સ, સ્પેન, ઈરાન સહિતના દેશોમાંથી આવનાર અને 60થી વધુ વયના લોકોને 14 દિવસ સુધી આઈસોલેશનમાં રખાશે. તો સાથે જ આ ગાઈડલાઈનનું પાલન ન કરનાર સામે કલમ 188 મુજબ ફોજદારી કાર્યવાહી કરવાના પણ સૂચન અપાયા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મોકૂફ
કોરોના વાયરસથી તકેદારી રાખવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 23 માર્ચથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખી છે. પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ 29 માર્ચ સુધી પ્રેક્ટિલ પરીક્ષા સહિતની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 12 માર્ચથી શરૂ થયેલી પરીક્ષા સમયસર પૂર્ણ કરવામાં આવશે. તો રાજ્ય સરકારની સૂચના બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 23 માર્ચથી શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખી છે. ગુજરાત યુનિવર્સિટીમાં પણ 29 માર્ચ સુધી પ્રેક્ટિલ પરીક્ષા સહિતની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે. ગુજરાત યુનિવર્સીટીમાં કોરોના વાયરસને લઈ સાવચેતીના ભાગરૂપે 29 માર્ચ સુધી તમામ પ્રેક્ટિકલ પરીક્ષાઓ તથા જરૂરી ના હોય તેવી અને અનિવાર્ય ન હોય તેવી તમામ શૈક્ષણિક પ્રવૃતિઓ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એસટી બસોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાશે
ગુજરાતમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે પગલાં શરૂ કરી દેવાયા છે. રાજ્યભરની ST બસોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવાની સૂચના આપી દેવાઈ છે. ST બસના ડ્રાઈવર-કંડક્ટરને માસ્ક પહેરવાનો આદેશ અપાયો છે. કંડક્ટરને વારંવાર સેનેટાઈઝરથી હાથ ધોવાની સૂચના અપાઈ છે. બસ સ્ટેન્ડ અને ઓફિસોમાં પણ સફાઈ કરવામાં આવશે. દરરોજ રાજ્યમાં 8 હજાર જેટલી બસોમાં 25 લાખ મુસાફરો મુસાફરી કરતા હોય છે. રાજ્ય બહાર જતી ST બસોમાં વિશેષ તકેદારી રાખવા તાકીદ કરાઈ છે. કોરોના વાયરસને પગલે ખેડા એસટી તંત્ર આવ્યું હરકતમાં આવી ગયું છે. ખેડા વિભાગની તમામ ડેપો પર સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. 11 ડેપો પર સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે. નડિયાદ, ડાકોર, ખેડા, મહુધા, કપડવંજ, બાલાસિનોર, માતર, આણંદ, પેટલાદ, બોરસદ અને ખંભાતમાં સાફ સફાઈ કરવામાં આવી છે. અંદાજીત 700થી વધારે બસોમાં સાફ સફાઈ શરૂ કરવામાં આવી છે.

વડોદરાની એમએસ યુનિ બંધ કરાઈ
વડોદરામાં કોરોના વાયરસને પગલે એમએસ યુનિવર્સિટી બંધ કરી દેવાઈ છે. યુનિ સત્તાધીશોએ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવા સૂચના આપી દીધી છે. હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે પણ એડવાઇઝરી જાહેર કરાઈ છે. હોસ્ટેલમાં નિયમિત સાફ સફાઇ કરવાના આદેશ કરાયા છે. જે વિદ્યાર્થીઓના શહેર-જિલ્લામાં કોરોનાની અસર ન હોય તેમને ઘરે જવા સૂચના અપાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news