અમદાવાદઃ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પેરશ ધાનાણીએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષ 18 તારીખે વિધાનસબાનો ઘેરાવ કરશે. રાજ્ય સરકારની વિવિધ પ્રજાકિય પ્રશ્નોના નિરાકરણને મુદ્દે પ્રજાનો અવાજ બનીને કોંગ્રેસ દ્વારા વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આયોજિ કરાયો છે અને પક્ષ દ્વારા તેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. કોંગ્રેસના તાલુકા, જિલ્લા કક્ષાએ વિવિધ પાંખમાં ચૂંટાયેલા અને રાજકીય રીતે સક્રિય તમામ કાર્યકર્તાઓ અને સભ્યો મળીને 15થી 16 હજાર કોંગ્રેસીઓ ભેગા મળીને વિધાનસભાનો ઘેરાવ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરેશ ધાનાણીએ રૂપાણી સરકાર પર રિમોટ કન્ટ્રોલથી ચાલતી સરકાર હોવાનો આક્ષેપ કરવાની સાથે જણાવ્યું કે, આ સરકારમાં દરેક નિર્ણય ઉપરથી લેવામાં આવે છે. આ સરકાર જાતે એક પણ નિર્ણય લઈ શક્તી નથી. પ્રજાકીય પ્રશ્નોનું નિરાકરણ ક્યારેય આવતું નથી. કોઈ પણ સમસ્યા હોય તેના માટે તેમને દિલ્હીથી મંજુરી લેવી પડે છે. 


ધાનાણીએ વધુમાં જણાવ્યું કે, આપણો દેશ અહિંસાના માર્ગે થયેલા આંદોલનના પાયા રચાયો છે. આ દેશમાં સૌને પોતાની  સમસ્યાઓ રજૂ કરવાનો લોકોને અધિકાર છે. કોંગ્રેસે સરકાર પાસે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી માગવામાં આવી છે. જો લોકોને કાયદાની રીતે તેમનો વિરોધ કરવાનો અધિકાર પ્રાપ્ત નહીં થાય તો લોકશાહીનું હનન થશે. આવા સંજોગોમાં સવિનય કાનુન ભંગના સંકલ્પ સાથે સરકાર સામેની સમસ્યાઓ રજૂ કરવા માટે સામજિક, રાજકીય સંગઠનો આગળ આવશે. 


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા સિંચાઈ માટે વધારાનું પાણી છોડવાની જાહેરાત અંગે ધાનાણીએ પ્રત્યુત્તર આપતા જણાવ્યું કે, ખેડૂતોને પાક નિષ્ફળતાના આરે ઊભો છે. ચોમાસું પુરું થવા આવ્યું છતાં મુખ્ય હોય કે ગૌણ પાક જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. ખેડૂત સમાજને પુરતા ટેકાના ભાવ મળતા નથી, તેને મહેનતથી પકવેલા અનાજ માટે લાઈનમાં ઊભા રહેવું પડે છે. સિંચાઈ માટે વિજળી સમયસર મળતી નથી.


ખેડૂતોને પાણી આપવાની સરકારે કરી જાહેરાત, જાણો વિગત 


આથી, આજે જ્યારે સમગ્ર ખેડૂત સમાજ ભારતીય જનતા પાર્ટીથી નારાજ થયો છે તેને મનાવવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જેથી, આગામી ચૂંટણીમાં ખેડૂત સમાજની નારાજગી દૂર કરી શકાય. આ સરકાર લાગણી વગરની સરકાર છે. 


ગુજરાતના વધુ ન્યૂઝ જાણવા અહીં ક્લિક કરો