ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતમાં યોજનારી સાત વિધાનસભાની પેટા ચુંટણીઓ માટે કોગ્રેસે નેતાઓની જવાબદારી નક્કી કરી લોકસભાની ચુંટણી પહેલાં સાત પૈકીની ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે હતી. આ બેઠકો સાચવવા અને બાકીની ચાર બેઠકો પૈકીની મહત્તમ બેઠકો આંચકી લેવા સિનિયર નેતાઓને જવાબદારી સોપાવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભાની ચુંટણી લડેલા ધારાસભ્યોની, કોંગ્રેસ છોડી ભાજપામાં જોડાયેલા ધારાસભ્યોની અને જાતીની પ્રમાણપત્રને લઇ ખાલી પડેલી સાત બેઠકોની પેટા ચુંટણી ઓક્ટોબર માસમાં યોજાવાની શક્યતાને લઇને કોંગ્રેસે તાડામાર તૈયારીઓ શરૂ કરી છે. આ બેઠકો પર ફતેહ હાંસલ કરવા માટે ગુજરાત કોંગ્રેસે પુર્વ કોંગ્રેસ પ્રમુખ,પુર્વ કેન્દ્રીય મંત્રી,પુર્વ વિધાનસભા વિરોધપક્ષના નેતા અને ઓલ ઇન્ડીયા કોંગ્રેસના મહમંત્રીઓને જવાબદારી સોપવાનો નિર્યણ કર્યો છે.


અમદાવાદ: RTOની બોગસ પાવતી આપી વાહનો છોડાવાનું કૌભાંડ ઝડપાયું


  • થરાદ વિધાનસભાની બેઠકની જવાબદારી ગુજરાત કોંગ્રેસના પુર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલ

  • રાધનપુર વિધાનસભાની જવાબદારી અર્જુન મોઢવાડીયા

  • ખેરાલુ વિધાનસભાની જવાબદારી જગદીશ ઠાકોર

  • મોરવાહડફ વિધાનસભાની જવાબદારી તુષાર ચૌધરી

  • લુણાવાડા વિધાનસભાની જવાબદારી ભરતસિંહ સોલંકી  

  • અમરાવાડી વિધાનસભા બેઠકની જવાબદારી દિપક બાબરીયાન


હવામાન ખાતાની આગાહી જુઓ, આજથી ચાર દિવસ કેવો રહેશે વરસાદ


આ તમામ બેઠકો પર સિનિયર નેતાઓને સોપવાનો સૈધ્ધાંતીક નિર્ણય લેવાયો આ સિવાય જે તે જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્યો અને ગુજરાત કોંગ્રેસના હોદ્દેદારોને પણ ચુંટણીની કામગીરી સોપવામાં આવી છે.


જુઓ LIVE TV :