અમદાવાદ: RTOની બોગસ પાવતી આપી વાહનો છોડાવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ RTOની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું કૌભાંડ ગોમતીપુર માંથી ઝડપાયું છે. ગોમતીપુર પોલીસે ડુપ્લીકેટ પાવતી બનાવનાર એજન્ટની ધરપકડ કરી આ ડુપ્લીકેટ પાવતી ક્યાં બનાવાઇ હતી? અને સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અમદાવાદ: RTOની બોગસ પાવતી આપી વાહનો છોડાવાનું કૌભાંડ ઝડપાયું

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદ RTOની બોગસ રસીદ આપી વાહન છોડાવવાનું કૌભાંડ ગોમતીપુર માંથી ઝડપાયું છે. ગોમતીપુર પોલીસે ડુપ્લીકેટ પાવતી બનાવનાર એજન્ટની ધરપકડ કરી આ ડુપ્લીકેટ પાવતી ક્યાં બનાવાઇ હતી? અને સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અમદાવાદમાં અડચણરૂપ ઉભા કરી દેવાયેલા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસ મેમો આપે છે તે સૌ કોઈને ખબર છે. પરંતુ પોલીસે ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે RTOની બોગસ પાવતી આપી છેતરપિંડી પણ થતી હોવાનું કદાચ નહી સાંભળ્યું હોય. પણ આ હકીકત છે અને આમ જ અનેક વાહનોની ખોટી પાવતી બનાવી વાહન છોડાવી આપતા શખ્સને ગોમતીપુર પોલીસે ઝડપ્યો છે. આરોપી એજન્ટે રૂપિયા 5800નો દંડ વસૂલી અને ખોટી પાવતી રીક્ષા ચાલકને આપી હતી. પરંતુ તેની તપાસ કરવા પહોચમાં આપેલા બારકોડ સ્કેન કરતા આ કૌભાંડ સામે આવ્યું હતું.

હવામાન ખાતાની આગાહી જુઓ, આજથી ચાર દિવસ કેવો રહેશે વરસાદ

જોકે આ હકીકત ત્યારે સામે આવી જયારે એક રીક્ષાચાલકની રીક્ષા પોલીસે ડિટેઇન કરી તો વાહન ચાલકે આ ડીટેઈન વાહન છોડાવવા માટે કરતા આરોપી ગુલઝાર પાસે પોહચ્યો હતો. પંરતુ તેને મેમો ભરવાને બદલે ડુપ્લીકેટ પાવતી પધરાવી હતી. જોકે પોલીસને શંકા જતા આ રસીદનાં બારકોડ RTOમાં સ્કેન કરવાવાનું યોગ્ય સમજ્યું પણ તે સ્કેન થયો ન હતો. જેથી રીક્ષા ચાલકે દંડની રકમ કોની પાસે ભરાવી હતી તે અંગે પુછપરછ કરતા બાપુનગરના સુંદરમનગરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને પોતાને RTO એજન્ટ તરીકે ઓળખાવનાર ગુલઝાર અહેમત ઉર્ફે સમીર અબ્દૂલ હમિદ અંસારીનું નામ સામે આવ્યું હતું.

AHD-RTO-@.jpg

ગુજરાતના આ શિવમંદિરમાં પહોંચવા દરિયાના પાણીમાંથી પસાર થવું પડે છે

ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી ડમી એજન્ટ બની ડિટેઇન મેમા મેળવી અને RTOની ખોટી રસીદ આપતો હતો. ગોમતીપુર પોલીસે તપાસ કરી તો એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં એક ઓટો રિક્ષા ગુલઝારે ખોટી રસીદ દ્વારા છોડાવી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે રિક્ષાના માલિક દ્વારા આપેલા ડોક્યુમેન્ટની તપાસ કરી અને રસીદના બારકોર્ડ સ્ટિકરને સ્કેન કરતા તેની કોઇ માહિતી પુરી ન હતી. જેથી RTOની રસીદ નકલી હોવાનું સામે આવ્યું હતું.

ઉપરવાસમા વરસાદથી બનાસ નદીનું લેવલ વધ્યું, કાંઠાના ગામોને એલર્ટ કરાયા

RTO એજન્ટ ગુલઝારે સોનીની ચાલીમાં રહેતા રિક્ષા ડ્રાઇવર સમીર અહેમદની પોલીસે ડિટેન કરેલી રિક્ષા છોડાવવા ડિટેન મેમો લઇ અને RTOની નકલી પાવતી આપી હતી. અને તે RTOની અસલ પાવતી જેવી જ બનાવટી પોવતી પધરાવી 5800 રૂપિયા વસૂલ કરી લીધા હતા. આ રીતે આરોપી ગુલઝારે અન્ય કેટલાય વાહન માલિકો પાસેથી પૈસા વસૂલી ખોટી પાવતી આપી છે તેની તપાસ હાથ ધરાઇ છે. તેમજ RTO કર્મચારી પણ આ કૌંભાડમાં સંડોવાયેલો છે કે, કેમ તે અંગે RTOને જાણ કરી વધુ તપાસ હાથ ધરી છે. હવે જોવાનુંએ રહ્યું કે, પુછપરછ દરમ્યાન કેટલા લોકોને પાસેથી ગુલઝારે બોગસ પાવતી આપી રૂપિયા પડાવ્યા છે.

જુઓ LIVE TV :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news