ગૌરવ પટેલ/અમદાવાદ :ગુજરાત કોગ્રેસ (Gujarat Congress) આજથી અમલમાં આવેલા ટ્રાફીકના નવા નિયમો (Motor Vehicle Act 2019) નો વિરોધ કરશે. આ માટે કોંગ્રેસ (Congress) પક્ષ દ્વારા એક નંબર પણ જાહેર કરાયો છે. ટ્રાફિકના નવા નિયમો (Traffic rules) ના અમલ અંગે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) એ કહ્યું કે, ટ્રાફિક નિયમન થાય, અકસ્માત (Accident) ઘટે એ માટે કાયદા હોવા આવકાર્ય અને અનિવાર્ય છે. પણ કેન્દ્ર અને રાજ્યની સરકાર દ્વારા આગોતરા આયોજન વિના નવી જોગવાઈ કરી પોલીસને પ્રજાને લૂંટવાનો પરવાનો આપ્યો છે. પ્રજાને PUC, RTOમાં મહિનાઓ સુધી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે અને RTOમાં પૂરતો સ્ટાફ પણ નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘નમામિ દેવી નર્મદે’ મહાઉત્સવની તડામાર તૈયારીઓ, આવતીકાલે PM નર્મદા ડેમ પાસે સભા સંબોધશે


મીડિયા સાથેની વાતચીતમાં અમિત ચાવડાએ જણાવ્યું કે, HSRP માટે વારંવાર મુદત વધારવામાં આવી છતાં લાખો વાહનોમાં HSRP નથી લગાવાતી. સરકારે કાયદો થોપી બેસાડવાનો પ્રયાસ કર્યો. આજે અનેક લોકો આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. લોકોના વિરોધને વાચા મળે તે માટે કોંગ્રેસ દ્વારા મિસ કોલ ઝુંબેશ શરૂ કરાઈ છે. ૦૭૯૪૧૦૫૦૭૭૪ નંબર પર મિસ કોલ કરી લોકો વિરોધ નોંધાવી શકે છે. આગામી દિવસોમાં લોકોના વિરોધને વાચા આપવાનું કામ કોંગ્રેસનો કાર્યકરો કરશે. સરકારે દંડની રકમમાં 400થી 900 ટકાનો વધારો કર્યો છે. પરંતુ રોડ પર ખાડા, ભુવા અને ખરાબ રસ્તાઓ સામે સરકારે શું કાર્યવાહી કરી છે. 3 વર્ષના બાળકને ટ્રિપલ સવારી ગણવામાં આવે છે અમે તેનો વિરોધ કરીશું.


રાજકોટ : ISI માર્કનું હેલ્મેટ ન મળતા બાર એસોસિયેશનના પ્રમુખ સાયકલ ચલાવીને કોર્ટ પહોંચ્યા


તેમણે કહ્યું કે, દારૂ બંધ કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. રસ્તામાં રખડતા ઢોરોને દૂર કરવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. ઉતાવળા અને આયોજન વગર અમલ કરવાના નિર્ણય સામે વિરોધ મિસ કોલ કરનારનું રજિસ્ટ્રેશન થશે. તેમનો સંપર્ક કરવામાં આવશે, તેઓ કયા મુદ્દે વિરોધ કરે છે તે જાણવામાં આવશે. કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કાયદાનો ભંગ થતો હશે તેનો પણ વિરોધ કરવામાં આવશે. શહેરી વિસ્તારોમાં હેલ્મેટમાંથી મુક્તિ મળવી જોઈએ. શહેરમાં એટલી સ્પીડ નથી હોતી. શહેરમાં અકસ્માત ઓછા થાય છે. સ્થાનિક વિસ્તારોમાં હેલ્મેટના નામે હેરેસમેન્ટ યોગ્ય નથી. દંડ કે કાયદાથી અમલ કરવાને બદલે લોકોમાં જાગૃતતા લાવવી જોઈએ. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :