રાજકોટ : ISI માર્કનું હેલ્મેટ ન મળતા બાર એસોસિયેશનના પ્રમુખ સાયકલ ચલાવીને કોર્ટ પહોંચ્યા

આજથી રાજ્યભરમાં મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) અંતર્ગત સુધારા થયેલ નિયમોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ (Rajkot) માં વહેલી સવારથી લોકોમાં ટ્રાફિક નિયમો (Traffic Rules) અંગે જાગૃતતા(Awareness), તો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ISI માર્ક વાળા હેલ્મેટ (Helmet) ન મળવાના કારણે રાજકોટ MSCT બાર એસોસિએશનના પ્રમુખ જી.બી ત્રિવેદી સાયકલ લઈને નીકળેલા જોવા મળ્યા હતા. તેઓ સાયકલ ચલાવીને રાજકોટની વકીલ સાહેબ કોર્ટમાં પહોંચ્યા હતા. 

રાજકોટ : ISI માર્કનું હેલ્મેટ ન મળતા બાર એસોસિયેશનના પ્રમુખ સાયકલ ચલાવીને કોર્ટ પહોંચ્યા

રક્ષિત પંડ્યા/રાજકોટ :આજથી રાજ્યભરમાં મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) અંતર્ગત સુધારા થયેલ નિયમોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ (Rajkot) માં વહેલી સવારથી લોકોમાં ટ્રાફિક નિયમો (Traffic Rules) અંગે જાગૃતતા(Awareness), તો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ISI માર્ક વાળા હેલ્મેટ (Helmet) ન મળવાના કારણે રાજકોટ MSCT બાર એસોસિએશનના પ્રમુખ જી.બી ત્રિવેદી સાયકલ લઈને નીકળેલા જોવા મળ્યા હતા. તેઓ સાયકલ ચલાવીને રાજકોટની વકીલ સાહેબ કોર્ટમાં પહોંચ્યા હતા. 

ISI માર્ક વગરના ડુપ્લીકેટ હેલ્મેટનું ખૂબ વેચાણ
હેલમેટ અને સીટ બેલ્ટ ન પહેરવા માટે લોકો જુદા જુદા રસ્તા અપનાવી રહ્યા છે. ત્યારે આ અંગે મીડિયા સાથે ની વાતચીતમાં જી.બી.ત્રિવેદીએ હાઇકોર્ટના જુના ચુકાદાઓ અંગે વાત કરી હતી. તો સાથે જ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ અને સીટ ન બેલ્ટની જરૂરિયાત નથી તેવું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલમાં ISI માર્ક વગરના ડુપ્લીકેટ હેલ્મેટનું ખૂબ વેચાણ થઇ રહ્યું છે. જે લોકોને અકસ્માતમાં સલામતી આપી શકે તેમ નથી. જે અંગે સરકાર યોગ્ય નિર્ણય કરે તે પણ જરૂરી છે તેવું તેમણે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ISI માર્કના હેલ્મેટ મળ્યા બાદ તેઓ સાયકલના બદલે વાહન લઈને કોર્ટમાં જશે. 

નવા નિયમો સામે વેપારીઓનો વિરોધ
બીજી તરફ, સરકારે લાગુ કરેલા ટ્રાફિકના નવા નિયમોના વિરોધમાં રાજકોટ શહેરના સોની બજાર, પેલેસ રોડ સહિતના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વેપારીઓ એકઠા થઈને સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા હતા. હેલ્મેટ કાયદો શહેર વિસ્તારમાં લાગુ ન કરવા વેપારીઓએ માંગ કરી છે. 

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં આજથી લાગુ પડેલ સુધારવામાં આવેલ ટ્રાફિક નિયમોની કડક અમલવારી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટના ઈન્ચાર્જ પોલીસ કમિશનર સંદીપ સિંહ રાજમાર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, આજથી લાગુ થયેલ નવા નિયમની કડક અમલવારી કરાવવામાં આવશે. પોલીસ અને પ્રજા બંને પાસે સમાન અમલવારી કરાવવામાં આવશે. તો સાથો સાથ ટ્રાફિક નિયમોનો ભંગ કરનારને દંડની જોગવાઈ અનુસાર દંડ કરવામાં આવશે. પછી તે સામાન્ય નાગરિક હોય કે પોલીસ અધિકારી. ઉપરાંત કમિશ્નર દ્વારા પોલીસ અધિકારીઓને પ્રજા સાથે ઘર્ષણ ન થાય તે પ્રકારે કામ કરવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ લોકોને અપીલ કરી માત્ર દંડ જ નહિ, પરંતુ તેમને ટ્રાફિક નિયમનનું પાલન કરવા સમજાવવા પોલીસ અધિકારીઓ ને સૂચના આપવામાં આવી છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news