ઉદય રંજન/અમદાવાદ : શહેરના બાવળા પોલીસે હથિયારોની હેરાફેરી કરનારા એક શખ્સની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પાંચ દેશી હથીયાર અને ૪૦ જેટલા કારતૂસો પોલીસે જપ્ત કર્યા છે. આરોપી મધ્યપ્રદેશનો હોવાથી હથિયાર લઈને ખાનગી ટ્રાવેલ્સમાં મુસાફરી કરતો હતો. ખુબ જ લો પ્રોફાઇલ રહીને ગંતવ્ય સ્થળ પર હથિયારોની ડિલીવરી કરતો હતો. જો કે પોલીસે તેને ઝડપી લેતા મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકન કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે તત્પર, અમેરિકન કોન્સ્યુલેટ CM ને મળવા દોડી આવ્યા


પોલીસે જયારેં આરોપીની અંગ જડતી કરી હતી, ત્યારે આરોપી પોતાના શરીર ઉપર હથિયારોને પ્લાસ્ટિકની ટેપમાં લગાવીને છુપાવી રાખ્યા હતા. જેને જોઈને બાવળા પોલીસ દંગ રહી ગઈ હતી. 5 દેશી પિસ્તોલ અને 40 કારતુસ લઈને આરોપી જિતેન્દ્ર કુમાર શોભારામ ભેવર  કોને આપવા જતો હતો તે તપાસ પોલીસે કરી રહી છે. આરોપી મૂળ અંબાપુરા મધ્યપ્રદેશનો છે.  કરોલીથી અમરદીપ ટ્રાવેલ્સમાં ગોંડલ તરફ જતા હતા. બાવળા પોલીસે  આરોપીને પકડી પાડ્યો છે.


SURAT માં દીકરીએ માતા-પિતાને ઉંઘની ગોળીઓ ખવડાવી અને પછી પ્રેમીને બોલાવ્યો અને...
આરોપી જીતેન્દ્ર ની ઉંમર માત્ર 21 વર્ષની છે, ત્યારે આરોપીની હથિયારને સપ્લાય કરવાની એમો જોતા પોલિસે હવે તપાસમાં એક જોવાનું રહ્યું કે આરોપી અત્યાર સુધીમાં કેટલા હથિયાર કોનેને ક્યાં વેચાણ કર્યા છે. એમપીથી હથિયારના સોદાગરોએ જે મોતનો સમાન મોકલ્યો છે. કોની જિંદગી ને ખત્મ કરવા માટે મોકલવામાં આવ્યો છે તે પણ પોલીસ માટે તપાસ કરવી મહત્વની છે. આરોપી માત્ર હથિયાને સપ્લાય કરવામાં કેરિયર તરીકે જ ભૂમિકા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આરોપીના રીમાંડ પછી વધુ ખુલાસા થવાની શક્યતા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube