અમેરિકન કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે તત્પર, અમેરિકન કોન્સ્યુલેટ CM ને મળવા દોડી આવ્યા

USAના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ અને ડિફેન્સ એકસપોમાં અમેરિકન ઊદ્યોગો- કંપનીઓને ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના ધ્યેયને પાર પાડવા વધુને વધુ ઊદ્યોગો ગુજરાતમાં આવે -ગુજરાતમાં ૧ર૦ જેટલી US કંપનીઓ કાર્યરત છે. રાજય સરકારનો સહયોગ અને સકારાત્મક અભિગમ નવી આવનારી કંપનીઓને પણ આપવાની ભુપેન્દ્ર પટેલે તત્પરતા દર્શાવી હતી. 

Updated By: Sep 18, 2021, 06:33 PM IST
અમેરિકન કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરવા માટે તત્પર, અમેરિકન કોન્સ્યુલેટ CM ને મળવા દોડી આવ્યા

ગાંધીનગર : USAના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ મુખ્યમંત્રીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ અને ડિફેન્સ એકસપોમાં અમેરિકન ઊદ્યોગો- કંપનીઓને ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. આત્મનિર્ભર ભારતના વડાપ્રધાનના ધ્યેયને પાર પાડવા વધુને વધુ ઊદ્યોગો ગુજરાતમાં આવે -ગુજરાતમાં ૧ર૦ જેટલી US કંપનીઓ કાર્યરત છે. રાજય સરકારનો સહયોગ અને સકારાત્મક અભિગમ નવી આવનારી કંપનીઓને પણ આપવાની ભુપેન્દ્ર પટેલે તત્પરતા દર્શાવી હતી. 

SURAT માં દીકરીએ માતા-પિતાને ઉંઘની ગોળીઓ ખવડાવી અને પછી પ્રેમીને બોલાવ્યો અને...

ગુજરાત સાથે મુખ્યત્વે દ્વિપક્ષીય આર્થિક-વાણિજ્યીક વ્યાપારીક સંબંધો - ઉચ્ચશિક્ષણ ક્ષેત્રમાં સહભાગીતા - કલાયમેટ ચેન્જના પડકારો સામે સજ્જતા-સામાજિક ક્ષેત્રોમાં સશક્તિકરણમાં ગુજરાત સાથે સહયોગ માટે યુ.એસ.એ કોન્સ્યુલેટ જનરલ યુત ડેવિડ રેન્ઝે ઉત્સુકતા પણ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત યુ.એસ.એના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ યુત ડેવિડ રેન્ઝે ગાંધીનગરમાં લીધી હતી. યુત ડેવિડ રેન્ઝ યુ.એસ.એ ના કોન્સ્યુલેટ જનરલ તરીકે ભારતના પશ્ચિમ ક્ષેત્રના ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કામગીરી વિસ્તાર ધરાવે છે. 

SURATમાં માનવતા મરી પરવારી? માત્ર 80 હજાર રૂપિયા માટે કર્યું એવું કામ કે...

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલને મળતાં તેઓ પૂર્વે કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડોદરા અને અમદાવાદની મુલાકાત લઇને ગાંધીનગર આવેલા હતા. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગવા વિઝનથી નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે તેનો ખ્યાલ આપ્યો હતો. ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિણામે હવે દેશના જ નહિ, વિદેશોના પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા થયા છે. 

ગાંધીનગરના સામ્રાજ્ય ફાર્મહાઉસમાં કરોડપતિ મિત્રો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, ફાયરિંગ કરી મિત્રને ઉડાવી દીધો

વિકાસ કરવા સાથોસાથ પર્યાવરણ જાળવણી સાથે આકાર પામેલું આ SOU પરિસર સ્થાનિક લોકોને રોજગારી આપનારૂં એક પ્રજાહિત કાર્યનું ધામ બન્યું છે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ ગુજરાત USA વચ્ચેના વ્યાપારિક, આર્થિક સંબંધોના સુદ્રઢ સેતુની ભૂમિકા આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં યુ.એસ.એ માંથી ૧૧.૩૬ બિલીયન યુ.એસ.ડોલરનું FDI આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં હાલ કાર્યરત ૧ર૦ જેટલી યુ.એસ. ઊદ્યોગ ઇન્ડસ્ટ્રીઝની સંખ્યા વધે અને આવનારા દિવસોમાં ત્યાંના વધુ ઊદ્યોગો ગુજરાતમાં વિકસે તે માટે રાજ્ય સરકાર દ્વારા સકારાત્મક અભિગમની તત્પરતા વ્યકત કરી હતી.  

નવી કેબિનેટની રેસમાં ચર્ચામાં રહેલા ભરૂચના MLA દુષ્યંત પટેલનું Facebook ID હેક કરાયું

પટેલે ગુજરાતની વિશ્વ ઓળખ બનેલા વાયબ્રન્ટ સમિટમાં તેમજ ગુજરાતમાં આગામી માર્ચ-રરમાં યોજાનારા ડિફેન્સ એકસપોમાં યુ.એસ ઊદ્યોગો-પ્રતિનિધિમંડળોને સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું. યુ.એસ કંપનીઓ સેમિકંડકટર્સના ઉત્પાદન માટે પણ ગુજરાતમાં ઉત્પાદન એકમો માટે આગળ આવે તેવો અનુરોધ કર્યો હતો. યુ.એસ.એ ના કોન્સ્યુલેટ જનરલ યુત ડેવિડ રેન્ઝએ ગુજરાત સાથેના વ્યાપારિક વાણિજ્યીક સંબંધો અને ગુજરાતમાં કાર્યરત યુ.એસ કંપનીઓને મળી રહેલા સરકારના પોઝિટીવ એપ્રોચ માટે આભાર દર્શાવ્યો હતો. 

રાજકોટ : એકબીજા વગર જીવી ન શક્તી બે બહેનપણીઓ કરી આત્મહત્યા, પોલીસ પણ વિચારમાં પડી 

ગુજરાત સાથે ખાસ કરીને ગુજરાત, યુ.એસ.એ વચ્ચે વ્યાપારિક આર્થિક દ્વિપક્ષી સંબંધો, ઉચ્ચશિક્ષણમાં ગુજરાત-યુ.એસ.એ સહભાગીદારી, કલાયમેટ ચેન્જના પડકારોને પહોચી વળવા સાજીદારી અને સામાજીક ક્ષેત્રોમાં સશક્તિકરણમાં યુ.એસ.એ ના યોગદાનની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે પણ તેમની આ ક્ષેત્રોમાં યોગદાન તત્પરતાને આવકારી સરાહના કરી હતી. ભૂપેન્દ્ર પટેલે યુ.એસ.એ કોન્સ્યુલેટ જનરલને ખાસ કરીને કચ્છમાં ૩૦ હજાર મેગાવોટનો જે હાઇબ્રીડ એનર્જી પાર્ક આકાર પામી રહ્યો છે તેમાં તેમજ ગિફટ સિટીમાં યુ.એસ.એ ની બેંકિંગ અને નાણાંકીય સંસ્થાઓ વધુ પ્રમાણમાં આવે તેવું ઇંજન પાઠવ્યું હતું. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન, ઊદ્યોગના અધિક મુખ્ય સચિવ  ડૉ. રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, સચિવ અવંતિકા સિંઘ, ઊદ્યોગ કમિશનર  રાહુલ ગુપ્તા અને ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. નિલમ રાની પણ જોડાયા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube