મૌલિક ધામેચા / અમદાવાદ : અમદાવાદના મહિલા પૂર્વ પોલીસ સ્ટેશનમાં 2 વેપારીઓ સામે થયેલ બળાત્કાર કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. 2 વેપારીઓ સામે ગત 2નવેમ્બર 2020 ના રોજ એક યુવતીએ બળાત્કારની ફરિયાદ કરી હતી. જો કે ફરિયાદ ખોટી હોવાનું સામે આવ્યું છે. યુવતીને 1 લાખ રૂપિયા આપી આંધ્રપ્રદેશથી બોલાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતી ગર્લને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીમમાં મળ્યું સ્થાન


અમદાવાદમાં બદલાની ભાવનાથી 2 વેપારીઓ રાજકુમાર બુદરાની અને સુશીલ બજાજ સામે એક ષડયંત્ર રચી બળાત્કારના કેસમાં ફસાવવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પરંતુ ક્રાઈમ બ્રાન્ચને તપાસ મળતા મામલો ફૂટી ગયો છે. બંને વેપારીઓ સામે ફરિયાદ પણ કરી દેવામાં આવી હતી, પરંતુ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી અને તપાસમાં સામે આવ્યું કે, મુખ્ય કાવતરા ખોર ઈરફાન અન્સારીએ બદલો લેવા પ્લાન રચ્યો હતો. જેમાં અન્ય લોકો પણ સામેલ હતા. તપાસમાં સામે આવ્યું છે કે, ઈરફાન અને અજય કોડવાની સામે 2019 માં વેપારીઓ એ છેતરપિંડીની ફરિયાદ કરી હતી. જેમાં તે લોકો 40 દિવસ જેલમાં જઈ આવ્યા હતા.તે વાતનો બદલો લેવા ઈરફાન દ્વારા પ્લાન રચી લેવામાં આવ્યું. ઈરફાને પોતાના મિત્ર મોહમ્મદ ઇબ્રાહિમને કરી મોહમ્મફ ઇબ્રાહિમે જે જગ્યા બનાવ બન્યોનો તરકટ રચ્યો ત્યાં નીરજ ગુપ્તાના નામે જગ્યા ભાડે રાખી અને વેપાર કરતો હોવાનું ઢોંગ કર્યો. મોહમ્મદ ઇબ્રાહિમે પોતાના મિત્ર ફઝલુરેમાનને છોકરીની વ્યવસ્થા કરવા કહયુ ત્યાર બાદ ફઝલુરેમાન દ્વારા આંધ્ર પ્રદેશ વિજયવાળાથી એક યુવતીને 1 લાખ આપવાનું નક્કી કરી બોલવવામાં આવી હતી. આ સાથે યુવતીના પતિ પણ બોલાવવામાં આવ્યો હતો. 


અમદાવાદમાં MD ડ્રગ્સનું વધ્યું વેચાણ, કારંજ પોલીસે પેડલરની કરી ધરપકડ


યુવતી 20 તારીખે આવી બાદમાં શહેર કોટડા વિસ્તારમાં યુવતી અને તેના પતિને રઈશ આલમના મકાનમાં રાખવામાં આવ્યું. એટલું જ નહીં ઈરફાનના કહેવાથી ફઝલુરેમાનએ યુવતીના પતિને રેલ્વે સ્ટેશનમાં નોકરી રખાવી આપી અને યુવતીને પણ નીરજ ગુપ્તાના ત્યાં નોકરી રાખી દીધેલ. આ ઘટના ક્રમમાં સીમકાર્ડની વ્યવસ્થા ઈરફાનના મામાના દીકરા નૂર આલમે કરી હતી. પ્લાન મુજબ બળાત્કારની સ્ટોરી ઉભા કરવા વીર્યની પણ વ્યવસ્થા એક ડબ્બીમાં કરી હતી. જે નૂર આલમના 2 મિત્રના લેવામાં આવ્યા હતા. જેના પેટે 500-500 રૂપિયા પણ આપવા માં આવ્યા હતા. નોંધનીય છે કે તમામ લોકોએ પ્લાન કરી ફસાવવા માટે તૈયારી કરી લીધી હતી પરંતુ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પોલ ખુલી ગઈ અને વીર્યના રિપોર્ટ પણ બંને વેપારીઓથી અલગ હોવાનું સામે આવ્યું. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે કોર્ટમાં રિપોર્ટ ફાઈલ કરી દેવામાં આવ્યો છે. કોર્ટના હુકમ બાદ કાર્યવાહી કરાશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube