ગુજરાતી ગર્લને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીમમાં મળ્યું સ્થાન

અમેરિકામાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં શપથ ગ્રહણ કરશે. ત્યારે નવા રાષ્ટ્રપિત તરીકે ચૂંટાયેલા જો બાઈડેનની ટીમમાં બે ગુજરાતીઓ સહિત 20 ભારતીયઓને ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે

Updated By: Jan 19, 2021, 05:08 PM IST
ગુજરાતી ગર્લને અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીમમાં મળ્યું સ્થાન

ઝી મીડિયા/ બ્યૂરો: અમેરિકામાં (America) નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) 20 જાન્યુઆરીએ વ્હાઈટ હાઉસમાં શપથ ગ્રહણ કરશે. ત્યારે નવા રાષ્ટ્રપિત તરીકે ચૂંટાયેલા જો બાઈડેનની ટીમમાં બે ગુજરાતીઓ સહિત 20 ભારતીયઓને ખાસ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ ટીમમાં કચ્છની યુવતીએ સ્થાન પ્રાપ્ત કરતા કચ્છ સહિત ગુજરાતનું નામ રોશન કર્યું છે.

કચ્છની (Kutch) રીમા શાહને (Reema Shah) ટીમ બાઈડેનમાં સ્થાન મળ્યું છે. રીમા શાહ બાઈડેન-હેરિસ કેમ્પેઈનમાં જો બાઈડેન માટે ડિબેટ પ્રિપેરેશન ટીમમાં કામ કરી ચૂકી છે. મૂળ માંડવી તાલુકાના દુર્ગાપુરની વતની અને અમેરિકાના ન્યૂજર્સીમાં મોલના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન પરિવારની દીકરી રીમા શાહની જો બાઈડેન (Joe Biden) ટીમમાં ડેપ્યૂટી એસોસિયેટ્સ (Deputy Associates) તરીકે વરણી કરવામાં આવી છે.

રીમા શાહ

ત્યારે પ્રીતિબેન ભરત ચનાની પુત્રીને આ ગૌરવંતું સ્થાન મળતા વિશા ઓસવાળા મૂર્તિ પૂજક જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube