રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં ગઈકાલે કોરોનાના વધુ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. 151 સેમ્પલમાંથી 31 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે જ વડોદરા (Coronavirus) માં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 904 થઈ ગઈ છે. કોરોનાના કારણે ગઈકાલે 4 દર્દીઓના મોત પણ થયા હતા. કોરોનાથી અત્યાર સુધી શહેરમાં કુલ 42 દર્દીઓના મોત થયા છે. ત્યારે વડોદરા (vadodara) માં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં વધારો થયો છે. 90થી વધી 120 વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોનમાં સામેલ કરાયા છે. કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 904 થઈ જતા અને કન્ટેઈનમેન્ટ ઝોન વધતાં પાલિકાએ વિસ્તારો સીલ કર્યાં છે. તેમજ આવિસ્તારોમાં લોકડાઉનમાં મળેલી છૂટછાટો પણ બંધ કરાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી ચાર-પાંચ દિવસમાં સુરતમાં વાવાઝોડું ટકરાય તેવી સંભાવના 


આજે બે દર્દીઓનુ મોત
વડોદરામાં કોરોનાના કારણે વધુ બે દર્દીઓના મોત નિપજ્યા છે. આજે ગોધરામાં રહેતા 62 વર્ષીય પંકજ સોનીનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે. ગોત્રી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તો ગોરવાના પંચવટીમાં રહેતા 67 વર્ષીય સુમનબેન મોરેનું પણ કોરોનાના કારણે મોત થયું છે. જોકે, વડોદરા પાલિકાએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરી નથી.


કેસ 100ને પાર જતા સાબરકાંઠામાં તંત્રએ ગણિત માંડ્યું, જિલ્લા બહારના દર્દીઓને યાદીમાંથી દૂર કરાયા 


ઓછા મુસાફરોને કારણે એરલાઈન્સ કંપનીને નુકસાન 
સોમવારથી વડોદરા એરપોર્ટ પર ફ્લાઈટ શરૂ કરાવી હતી. પરંતુ વડોદરા એરપોર્ટ પર મુસાફરોની પાંખી હાજરી જોવા મળી છે. કોરોનાના કહેર વચ્ચે લોકો મુસાફરી કરવાનું ટાળી રહ્યાં છે. બિઝનેસમેન ટુરિસ્ટિસની ગેરહાજરી વર્તાઈ રહી છે. ત્યારે આવામાં વડોદરાથી ત્રણ ફ્લાઈટ શરૂ કરવામા આવી હતી, પરંતુ મુસાફરોની સંખ્યા ત્રીજા ભાગની થઈ ગઈ છે. ત્રણ ફ્લાઈટની 1080ની કેપેસિટી સામે માત્ર 238 મુસાફરોએ મુસાફરી કરી છે. આવામાં એરલાઇન્સ કંપનીઓને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. 


કોવિડ સેન્ટરની ગંદકીનો વીડિયો વાયરલ  
વડોદરામાં કોવિડ કેર સેન્ટરની પોલ ખુલી છે. દર્દીએ જ વિડિયો બનાવીને વાયરલ કર્યા હોવાનું સામે આવ્યું છે. આજવા રોડ પર આવેલ ઇબ્રાહિમ બાવાની ઇન્સ્ટિટ્યૂટને કોવિડ કેર સેન્ટર બનાવાયું છે. આ કોવિડ કેર સેન્ટરમાં અસહ્ય ગંદકી જોવા મળી રહી છે. અહીં દર્દીઓને રહેવાના રૂમમાં નથી, સાફ સફાઈ રૂમમાં ચારે તરફ છે. કચરો, બેડની પણ વ્યવસ્થિત વ્યવસ્થા નથી. આવામાં દર્દીએ વીડિયો બનાવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર