* કચરા અંગે AMC ના એક વિવાદિત પરિપત્રના કારણે ભાજપનો થઇ જશે કચરો
* ભાજપનાં નેતાઓ અધિકારીઓનાં આદેશને પરત ખેંચવા માટે દોડાદોડી ચાલુ કરી
* વહીવટ હાથમાં આવતા જ પાલિકાના અધિકારીઓ ફરી એકવાર તોફાને ચડ્યાં
* BJP ના ગઢના કાંગરા ખેરવનારો વિવાદિત પરિપત્ર, નેતાઓને શિયાળામાં પરેસેવે રેબઝેબ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અર્પણ કાયદાવાલા/અમદાવાદ : શહેરમાં વધુ કચરો ઉત્પન્ન કરતા એકમો ચેતી જાઓ. વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોને મ્યુનિસિપલ તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. દૈનિક 50 કીલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા એકમોને નોટિસ મારફતે ચેતવણી અપાઇ છે. કચરાના વર્ગિકરણ અને નિકાલની જવાબદારી હવે નોટિસ અપાયેલા એકમોની પોતાની જ રહેશે તેવો ઉલ્લેખ પણ એએમસી દ્વારા કરાયેલા પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોતાના દ્વારા જ કચરાનું વર્ગીકરણ અને નિકાલ કરવો આવા એકમો માટે જરૂરી હોવાનો પણ ઉલ્લેખ. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકારના આદેશ મુજબ નોટિસો ફટકારવામાં આવી છે. અગાઉ દૈનિક 100 કિલો કચરો ઉત્પન્ન કરતા એકમો પાસેથી કચરો લેવાતો હતો. 


બનાવટી વિઝા દ્વારા જવાનું હતું અમેરિકા, એજન્ટને ચુકવવાનાં હતા સવા કરોડ પરંતુ અચાનક...


AMC ના નવા આદેશથી રહેણાંક મકાનો, સોસાયટીઓ પર મોટુ આર્થિક ભારણ આવી પડશે. બાયોડિગ્રેબલ, નોન બાયોડિગ્રેબલ અને ડોમેસ્ટીક હેઝાર્ડ કેટેગરીમાં અલગ કરવાનો રહેશે કચરો. એકમોએ પોતાની જાતે અથવા ખાનગી એજન્સીઓની મદદથી કચરાનો નિકાલ કરવાનો રહેશે તેવું જણાવાયું. 10 જાન્યુઆરી સુધીમાં આવા એકમોએ એએમસીને સેલ્ફ ડિક્લેરેશન આપવાનુ રહેશે. એકમો દ્વારા લેટર આપવામાં નહી આવે તો એએમસી તેનો સમાવેશ જાતે કરી લેશે. રહેણાક સોસાયટીઓ, માર્કેટ એસો, હોટલો-રેસ્ટોરન્ટ અને કોર્મશિયલ એકમોનો થશે સમાવેશ કરવામાં આવ્યો છે. 


પોપ્યુલર બિલ્ડરનાં પાપ તેની બિલ્ડીંગો કરતા પણ ઉંચા, અનેક ઠાકોરોની જમીન પચાવી લીધી


જો કે 50 કિલો કચરા મામલે અપાયેલી નોટીસનો મામલો વિવાદિત બન્યો છે. મ્યુનિસિપલ કમિશનરના પ્રારંભિક નિર્ણયથી જ ઉઠ્યો ભાજપમાં વિરોધનો સુર ઉઠ્યો છે. ચૂંટણી નજીકમાં છે ત્યારે અધિકારીના આવા ઉટપટાંગ નિર્ણયથી અસર પડી શકે છે. જેના કારણે હવે આ મ્યુનિસિપલ કમિશનરના આદેશથી ભાજપ નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર મામલે અમદાવાદનાં રાજકીય વર્તુળ દ્વારા પાર્ટી હાઇકમાન્ડ ને રજુઆત કરવામાં પણ આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આદેશમાં રહેણાંક સોસાયટીના સમાવેશથી ભાજપ આગેવાનો લાલઘૂમ થયા છે. સફાઈના નામે amc એ દોઢ વર્ષ પહેલાં રહેણાંક ટેકસમાં દૈનિક રૂ.1 નો વધારો કરી જ દીધો છે. 


ગુજરાતના ગામડામાં વસતો પ્રત્યેક બીજો પુરુષ તમાકુનો બંધાણી, તો દારૂ પીવામાં મહિલાઓ પણ પાછળ નથી


આ ઉપરાંત નેતાઓમાં એ મુદ્દે પણ ઉચાટ છે કે, આટલો મોટો નીતિ વિષયક નિર્ણય હાલમાં લઇ શકાય નહી. આ મામલે મ્યુનિસિપલ કમિશનરની સત્તા છે કે કેમ તેનો અભ્યાસ પણ રાજકીય વર્તુળોમાં ચાલી રહ્યો છે. હાલના સંજોગોમાં કમિશનરને નીતિ વિષયક નિર્ણય લેવાની સત્તા નથી. સમગ્ર મામલો ભાજપના amc પ્રભારી સુરેન્ડ પટેલ (કાકા) સુધી લઈ જવાની તૈયારી ચાલુ કરી દેવામાં આવી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube