ગુજરાતના ગામડામાં વસતો પ્રત્યેક બીજો પુરુષ તમાકુનો બંધાણી, તો દારૂ પીવામાં મહિલાઓ પણ પાછળ નથી

ગુજરાતમાં દારૂ અને તમાકુના બંધાણીઓ કેટલા છે તે કહેવાની જરૂર નથી, ન તો આંકડો આપવાની જરૂર છે. લોકડાઉનમાં તમાકુ અને ગુટકાના બંધાણીઓની શુ હાલત થઈ હતી તે તો આપણે સૌએ જોઈ છે. ઊંચા ભાવે ગુટખા વેચાયા હોય તેવુ દેશભરમાં પહેલીવાર ગુજરાતમાં બન્યું હતું. કુપોષણ, સ્ત્રી-પુરુષમાં અસમાનતા બાદ હવે ઝી 24 કલાક વધુ એક મોટો ખુલાસો લાવ્યું છે. હાલ વાત કરીશું ગુજરાતમાં તમાકુના બંધાણીઓની. ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં થયો છે. વર્ષ 2019-20ના આ સરવેમાં કુપોષણને લગતી આવી અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાતમાં માત્ર પુરુષો જ નહિ, પરંતુ મહિલાઓ પણ તમાકુની બંધાણી છે. ત્યારે ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ છે તેના પર એક નજર કરીએ... 
ગુજરાતના ગામડામાં વસતો પ્રત્યેક બીજો પુરુષ તમાકુનો બંધાણી, તો દારૂ પીવામાં મહિલાઓ પણ પાછળ નથી

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં દારૂ અને તમાકુના બંધાણીઓ કેટલા છે તે કહેવાની જરૂર નથી, ન તો આંકડો આપવાની જરૂર છે. લોકડાઉનમાં તમાકુ અને ગુટકાના બંધાણીઓની શુ હાલત થઈ હતી તે તો આપણે સૌએ જોઈ છે. ઊંચા ભાવે ગુટખા વેચાયા હોય તેવુ દેશભરમાં પહેલીવાર ગુજરાતમાં બન્યું હતું. કુપોષણ, સ્ત્રી-પુરુષમાં અસમાનતા બાદ હવે ઝી 24 કલાક વધુ એક મોટો ખુલાસો લાવ્યું છે. હાલ વાત કરીશું ગુજરાતમાં તમાકુના બંધાણીઓની. ભારત સરકારના નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં થયો છે. વર્ષ 2019-20ના આ સરવેમાં કુપોષણને લગતી આવી અનેક ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુજરાતમાં માત્ર પુરુષો જ નહિ, પરંતુ મહિલાઓ પણ તમાકુની બંધાણી છે. ત્યારે ગુજરાતમાં કેવા પ્રકારની સ્થિતિ છે તેના પર એક નજર કરીએ... 

ગામડામાં દરેક બીજો પુરુષ તમાકુનો બંધાણી છે, જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છે. આંકડા પર એક નજર કરીએ તો.... 

  • ગામડાંઓમાં પ્રત્યેક 100માંથી 11 મહિલાઓ તમાકુનું સેવન કરે છે
  • શહેરોમાં પ્રત્યેક 100માંથી 5 મહિલાઓ તમાકુનું સેવન કરે છે
  • ગુજરાતમાં પ્રત્યેક 100માંથી 9 મહિલાઓ તમાકુનું સેવન કરે છે
  • ગામડાંઓમાં સરેરાશ પ્રત્યેક બીજો પુરુષ તમાકુનો બંધાણી છે
  • ગામડાંઓમાં પ્રત્યેક બીજો પુરુષ બીડી, સિગારેટ, હુક્કો, તમાકુ કે મસાલાનું સેવન કરે છે
  • ગામડાંઓમાં પ્રત્યેક 100માંથી 47 પુરુષો તમાકુનું સેવન કરે છે
  • શહેરોમાં પ્રત્યેક 100માંથી 33 પુરુષો તમાકુનું સેવન કરે છે
  • ગુજરાતમાં પ્રત્યેક 100માંથી 41 પુરુષો તમાકુનું સેવન કરે છે
  • ગામડાંઓમાં 47% પુરુષો તમાકુના બંધાણી છે
  • ગામડાંઓમાં મહિલાઓને નિર્વ્યસની પતિ મળવાની શક્યતા 53%

15 વર્ષ કે તેથી ઉપરની કેટલી મહિલાઓ તમાકુનું સેવન કરે છે?
ગામડાંમાં        શહેરોમાં        કુલ
11%               5.4%        8.7%

15 વર્ષ કે તેથી ઉપરના કેટલા પુરુષો તમાકુનું સેવન કરે છે?
ગામડાંમાં        શહેરોમાં        કુલ
46.7%            33.6%        41.1%

15 વર્ષ કે તેથી ઉપરના કેટલા પુરુષો દારૂનું સેવન કરે છે?
ગામડાંમાં        શહેરોમાં        કુલ
6.8%              4.6%        5.8%

આવી જ સ્થિતિ દારુની પણ છે. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે. પણ દરેક જાણે છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર ચોપડા છે. ગુજરાતની દારૂબંધીની મજાક પણ હવે સોશિયલ મીડિયા પર ઉઠવા લાગી છે. તો સાથે લોકો ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા પણ માંગ કરી ચૂકી છે. દારૂબંધી હોવા છતા ગુજરાતના કોઈ ને કોઈ ખૂણામાંથી રોજેરોજ દારૂ પકડાતો હોય છે. જે સ્પષ્ટ છે કે, ગુજરાતમાં દારૂબંધીના દાવા પોકળ છે. નેશનલ હેલ્થ સરવેનો આંકડો પણ આવુ જ કંઈક કહે છે. અમે આ આંકડા પરથી જાણ્યું કે.... 

  • ગામડાંઓમાં પ્રત્યેક 14માંથી 1 પુરુષ દારૂ પીએ છે
  • શહેરોમાં પ્રત્યેક 20માંથી 1 પુરુષ દારૂ પીએ છે
  • ગુજરાતમાં પ્રત્યેક 100માંથી 6 પુરુષો દારૂ પીએ છે

તમાકુ અને દારૂના સેવનથી સમાજના યુવા પર પડે છે. ગુજરાતમાં માવો ખાવો એ એક પ્રથા પડી ગઈ છે. ગામડાઓમાં માવા ખાવાનું પ્રમાણ વધુ છે. દારૂબંધીનો કાયદો હોવા છતા ગુજરાતમા જો છૂટથી દારૂ પીવાતો હોય, તો તમાકુ પર પ્રતિબંધ આવે તો પણ શુ થઈ જશે. આ મામલે હવે સરકારે કંઈ કરવુ જોઈએ. નહિ તો ગુજરાતનું યુવાધન બરબાદ થઈ જશે. આવુ ને આવુ ચાલશે, તો વ્યસનના મામલે ગુજરાતની પરિસ્થિતિ વધુ બદતર થતી જશે, અને આ આંકડાનુ પ્રમાણ પણ વધતુ જઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news