ઝી બ્યુરો/ભાવનગર: સાળંગપુરમાં શિલ્પચિત્રો વિવાદ પર સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. હનુમાનજીનો ઉગ્ર બનેલો વિવાદ હવે શાંત થાય તેવા પ્રયાસ દેખાઈ રહ્યો છે. સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચેથી શિલ્પચિત્રો હટાવાશે. સાળંગપુર મંદિરમાં સંતો સાથેની બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીએ આ ખાતરી આપી છે. જેના કારણે બે દિવસમાં ચિત્રો હટી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉડતા ગુજરાત! ગાંજાની લેબમાં મોટી કાર્યવાહી; હાથ લાગ્યા 200 કુંડામાં છોડ, યુવાધનને...


છેલ્લા થોડા સમયથી ચાલી રહેલા વિવાદનુ સુખદ સમાધાન થયું હોય તેવું લાગી રહ્યું છે. સાળંગપુરમાં હનુમાનજી દાસ હોય તેવા શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. જેના કારણે સનાતન સંતોએ વિવેકસાગર સ્વામી સાથે મુલાકાત કરી હતી. સનાતના સંતોના પ્રતિનિધિ મંડળે સ્વામી સાથે મુલાકાત કરીને પોતાની રજૂઆતો કરી હતી. મંદિર પ્રતિનિધિ અને સંતોની બેઠકમાં મંદિર પ્રશાસન તરફથી વિવાદિત ભીંત ચિત્રોને હટવાવા માટેની બાંહેઘરી આપવામાં આવી છે. 


હનુમાનજીના વિવાદિત ભીતચિત્રો વચ્ચે RSSની એન્ટ્રી; રામ માધવે સાધુ સંતો સાથે મુલાકાત


આ વિશે મળતી માહિતી પ્રમાણે, સાળંગપુર મંદિરના ભીંત ચિત્રોના વિવાદ ઉકેલાયો હોય તેવું લાગી રહ્યું છે. મંદિરના કોઠારી સ્વામીએ 2 દિવસમાં ભીંતચિત્રો હટાવી લેવા માટે બાંહેઘરી આપી છે. શિલ્પચિત્રોની સાથે પુસ્તકમાંથી પણ વિવાદીત ચિત્રો હટાવવા માંગ કરવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક પુસ્તકોમાં વિવાદીત ચિત્રણ જોવા મળી રહ્યું છે. ભગવાનને નીચા દેખાડતું તમામ લખાણ હટાવવા પણ માંગ કરાઈ છે. સનાતન સંતોની મળેલી બેઠકમાં આ માંગ કરવામાં આવી છે.


ગુજરાતીઓ આનંદો! મહિનાના વિરામ બાદ હવે મેઘો આવશે મૂડમાં! જાણો ક્યારે ક્યા પડશે ધોધમાર


ઉલ્લેખનિય છે કે ભીંતચિત્રોના વિવાદને લઇને આજે સાધુ સંતો અને મંદિરના પ્રતિનિધિની બેઠક મળી હતી. બેઠકમાં મંદિરના કોઠારી સ્વામીએ ભીંત ચિત્રો હટાવવા માટે 2 દિવસનો સમય માગ્યો હતો. બે દિવમાં ભીંત ચિત્રો હટાવી દેવામાં આવશે. ઉપરાંત તેમણે એ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે ફરીથી આવી ઘટના નહિ બને. મંદિર પ્રતિનિધિ મંડળે ટૂંક સમયમાં જ આ મુદ્દે નિરાકરણ લાવવાનો વિશ્વાસ અપાવ્યો છે.


દાદાના હાથે ગાંઠિયા ખાતા મગરનો આ વીડિયો છે ગુજરાતનો, એક ગામમાં રોજ બને છે આ ઘટના


શું છે સમગ્ર વિવાદ?
સાળંગપુર હનુમાન મંદિરમાં શિલ્પચિત્રોને કારણે વિવાદ ઉઠ્યો છે. હનુમાનજીની વિશાળ પ્રતિમા નીચે હનુમાનજીને દાસ દર્શાવાયા છે. તો હનુમાનજી સહજાનંદ સ્વામીને પ્રણામ કરતા હોય તેવા બતાવાયા છે. શિલ્પચિત્રોમાં હનુમાનજી સ્વામીનારાયણના ચરણોમાં બેસેલા બતાડાયા છે. વધુ એક શિલ્પચિત્રમાં હનુમાનજી સ્વામીનારાયણને ફળાહાર આપતા દેખાયા છે. વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર મંદિરમાં શિલ્પચિત્રોને કારણે આ વિવાદ થયો છે. સાળંગપુર શિલ્પચિત્રોના વિવાદ બાદ કુંડળ મંદિરમાં પણ વિવાદ થયો. નિલકંઠવર્ણીને હનુમાનજી ફળાકાર કરાવતા હોય તેવી મૂર્તિ સ્થાપિત કરાઈ. 


બદલાઇ જશે WhatsApp, યૂઝર્સને જોવા મળશે અત્યાર સુધીનો સૌથી મોટો ફેરફાર


શિલ્પચિત્રોને કારણે હિન્દુ-સાધુ સંતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે. સાધુ-સંતોના રોષમાં વિશ્વ હિન્દુ પરિષદે પણ સૂર પુરાવ્યો છે. સાધુ-સંતોએ પ્રતિમા નીચે રહેલા શિલ્પચિત્રો દૂર કરવા માંગ કરી છે. શિલ્પચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલનની સંતોએ ચીમકી આપી છે. જેમાં મોરારી બાપુ, હર્ષદ ભારતી બાપુ, મણિધર બાપુએ વિરોધ વ્યક્ત કર્યો છે. કથાકાર મોરારિબાપુએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું, 'આ હીન ધર્મ છે.' તો શંકરાચાર્યએ કહ્યું કે, કોઇપણ સંપ્રદાય અન્ય સંપ્રદાયની નિંદા કરી પોતાની ઉન્નતિ ન કરી શકે. આ વિરોધમાં સાંસદ રામ મોકરિયાએ કહ્યું કે, સ્વામીનારાયણ સંપ્રદાયે શિલ્પચિત્રો દૂર કરવા જોઈએ. ભાજપના સાંસદે કહ્યું, 'મંદિરના પૂજારીને પૂજારી તરીકે રહેવાય, ભગવાન નહીં'.