વિવાદ વકર્યો! ભાજપે પેનલના મેન્ડેડ પાછા ખેંચ્યા હોવા છતાં વટ જઈ 4 ઉમેદવારો ચૂંટણી લડશે!
ગુજરાતમાં રાજ્ય ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં દર વખતે એબીવીપી અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગસ એસોસિએશન દ્વારા જ પોતાના પ્રતિનિધિઓની પસંદગી ઉતારવામાં આવતી હતી. પરંતુ આ વખતે ભાજપે પેન્ડેટ આપતા વિવાદ શરૂ થયો હતો.
સપના શર્મા, અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીને લઈને વિવાદ વકર્યો છે. ગઈકાલે ભાજપે ચૂંટણી માટે જાહેર કરેલી પેનલના મેન્ડેડ પાછા ખેંચ્યા હોવા છતાં પાર્ટીના આદેશ ઉપર વટ જઈ ચાર ઉમેદવારોએ ચૂંટણી લડવાની તૈયારી બતાવી છે. ભાજપે જાહેર કરેલા મેન્ડેડ માંથી માત્ર બે જ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા.
અગાઉ ચાર સપ્ટેમ્બર ના રોજ ભાજપ પ્રદેશ દ્વારા છ ઉમેદવારોની પેનલ જાહેર કરવામાં આવી હતી. ચૌહાણ સંજય કુમાર, પટેલ મોન્ટુ કુમાર, પટેલ જીગ્નેશકુમાર, ચાવડા જયંતીલાલ, પટેલ ભરત અને પટેલ રસિકકુમારને પસંદગી આપી હતી. પરંતુ એબીવીપી દ્વારા આ મામલે વિરોધ વ્યક્ત કરતા ભાજપ પ્રદેશે મેન્ડેડ પાછા ખેંચવાની ફરજ પડી હતી.
મેન્ડેડ પાછા ખેંચાયાના બીજા જ દિવસે માત્ર બે જ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. પટેલ ભરત અને પટેલ રસિક કુમારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યા છે. જયારે બાકીના ચારેય ઉમેદવારોએ ચૂંટણી લડવાની તૈયારી દેખાડી છે. અત્યાર સુધી 80 જેટલાં ફોર્મ ભરાયા હતા. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. હવે કુલ 31 લોકો ચૂંટણી લડશે.
ઉલ્લેખનીય છે કે, આગામી સમયમાં ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. હર હંમેશ આ ચૂંટણીમાં એબીવીપી અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગસ એસોસિએશન દ્વારા જ પોતાના પ્રતિનિધિઓની પસંદગી ઉતારવામાં આવતી હતી. પરંતુ આ વખતે ભાજપે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલમાં પોતાના છ નામોને મેન્ડેટ આપતાં આપતા વિવાદ વકર્યો છે. આ વિવાદ એબીવીપી અને ભાજપ વચ્ચે વકરતા ભાજપે આજે પોતાનું મેન્ડેટ પાછો ખેંચવાની ફરજ પડી છે.
મહત્વનું છે કે આ ચૂંટણી લડવા માટે કેમિસ્ટ એસોસિશન, એબીવીપી અને ભાજપમાંથી કુલ 60 જેટલા લોકોએ પોતાના નામ દાખલ કરાવ્યા હતા. આ વર્ષની ચૂંટણીમાં ભાજપે પ્રથમ વખત પોતાના મેન્ડેટ જાહેર કરતા એબીવીપી અને કેમિસ્ટ એસોસિએશનને ભાજપની આ દરમિયાનગીરી પસંદ આવી ન હતી.
એબીવીપીએ પોતાની પ્રેસનોટમાં ભાજપને બાકાત રાખ્યું
4 સપ્ટેમ્બરે ભાજપ પ્રદેશ કક્ષાએથી છ લોકોના મેન્ડેટની જાહેરાત કરવામાં આવ્યા હતા. જો કે ભાજપનો ચૂંટણીમાં દરમિયાનગિરી એબીવીપીને માફક ન આવી. 5 મી સપ્ટેમ્બરે એબીવીપીએ પ્રેસનોટ જાહેર કરી પોતે અને ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગસ એસોસિએશન ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી.
જો કે આ મામલે વિવાદ વકરતા ભાજપે મેન્ડેટ પાછું ખેંચવાની ફરજ પડી
2024 ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપ અને એબીવીપી વચ્ચે અંતર ન વધે તે માટે ભાજપે આપેલા મેન્ડેટ પાછું ખેંચવાની ફરજ પડી. ભાજપે આજે જાહેર કરેલી પ્રેસનોટમાં ઉલ્લેખ કર્યો છે કે તે તમામ 6 લોકોના મેન્ડેટ પાછા ખેંચે છે અને આગામી સમયમાં એબીવીપી અને ભાજપ સાથે મળી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.
ભાજપની વિરુદ્ધ ઉભા રહી એબીવીપીનો સાથ આપતાં એસોશિયેશનની મુશ્કેલીઓ વધી
અગાઉ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગસ એસોસિએશને એબીવીપીનો સાથ આપી ભાજપ સામે આંતરિક રીતે બાયો ચડાવી હતી. પણ હવે એબીવીપી અને ભાજપ સાથે રહી ઉમેદવારો ઉતારશે તેવી જાહેરાત હતા એસોસિએશન માટે મુશ્કેલી ઉભી થઇ છે. સામાન્ય રીતે ફાર્માસી કાઉન્સિલમાં 11 સભ્યો હોય છે જેમાંથી 6 સભ્યો ચૂંટણી લડીને આવતા હોય છે. 6 લોકો પોતાની પાર્ટીમાંથી હોય તે માટે હાલ ત્રણેય ગ્રુપ એડી ચોંટીનો જોર લગાવી રહી છે.