મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં મહાનગર પાલિકા અને GIDC ઉદ્યોગનગર ફેસ-2 અને ફેસ-3માં ફેકટરી અને શેડ ધરાવતા ઉધોગકારો અને જામનગર મનપા વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી મિલકતવેરા ઉઘરાવવા સહિત જરૂર પ્રાથમિક સુવિધાઓ મુદ્દે મતભેદો ચાલી રહ્યા છે ત્યારે ફરીથી નવો વિવાદ સર્જાયો છે. જીઆઇડીસી ફેસ-2 અને 3માં મિલકત વેરો ન ઉઘરાવવા હાઇકોર્ટનો સ્ટે હોવા છતાં પણ મનપા દ્વારા ટેક્સની વેનો ફેરવી તેમજ પત્રિકા વિતરણ કરવાની કાર્યવાહી હાથ ધરાતા ઉદ્યોગકારોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યા હતો અને મનપા ટેક્સ વિભાગ દ્વારા હાઇકોર્ટના હુકમનો અનાદાર કરી કામગીરી કરતા ફરી નવો વિવાદ સર્જાયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભારતનું પ્રતિનિધિત્વ કરનાર ગુજરાતના આ ખેલાડી, સરકાર પાસે માગી મદદ


મનપા દ્વારા GIDC ફેસ-2 અને 3માં જબરદસ્તી ટેક્સ ઉઘરાવા બાબતે હાઇકોર્ટનો સ્ટેનો આદેશ હોવા છતાં ટેક્સ અંગેની વેન GIDC વિસ્તારમાં ફરતા જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના પ્રમુખે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે મહાનગરપાલિકા દ્વારા જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.ના સભ્યોને હાઉસ ટેક્સની નોટિસ પાઠવતા નામદાર હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરેલ હતી. આ પિટિશનના અનુસંધાનમાં અમને સ્ટે પણ મળેલ હોય તેમ છતાં મનપા દ્વારા GIDC ફેસ-2 અને 3 વિસ્તારમાં ટેક્સ ભરવા માટેની મોબાઇલવાન ફેરવી અને પત્રિકા વિતરણ કરતી હોય એવી ઉદ્યોગકારોની અરજી મળેલી હતી. તેના અનુસંધાનમાં અમે મનપાના કમિશ્નરને પત્ર પાઠવીને જણાવ્યું છે કે તે આ ઉઘરાણી માટે હાલ હાઇકોર્ટનો સ્ટે હોવા છતાં પણ ટેક્સ વિભાગ દ્વારા રિકવરી માટેની પેરવી કરી રહ્યા છે અને મનપા દ્વારા હાઇકોર્ટનાં નિયમનું પાલન થાય એવી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેમજ મનપાના ટેક્ષ વિભાગને સૂચનો કરવામાં આવે તે અંગેની જાણ મહાનગરપાલિકાના કમિશનરને કરવામાં આવી છે.


વધુમાં વાંચો: ચર્ચ V/s હનુમાન મંદિર : ધર્મપરિવર્તન કરીને ખ્રિસ્તી બનેલા 200 હિન્દુઓની થઈ ‘ઘર વાપસી’


જ્યારે જીઆઇડીસીના આક્ષેપ બાબતે ખુલાસો આપતા મહાનગરપાલિકાના ટેક્સ કન્ટ્રોલિંગ અધિકારીએ જણાવ્યું હતું કે જીઆઇડીસીના સરાઉન્ડિંગ એરિયાની અંદર ઘણીબધી રેસિડેન્શિયલ મિલકતો પણ છે જે લોકોને રિબેટ યોજનાની જાણકારી પ્રાપ્ત થાય તે માટે અમારી વાન જીઆઇડીસીના એરિયાની અંદર આ જાણકારી આપવા માટે ફરે છે. મહાનગરપાલિકાની ટેકસ શાખા દ્વારા ઉદ્યોગકારોને ચાલુ વર્ષના કોઇપણ બિલો બજાવવામાં આવ્યા નથી અને આપવાના પણ નથી કોઈ ત્યાં કોઇ મિલકત રિકવરી માટે ગયાં એક જનરલ દરેક વિસ્તારોને અંદર આ વાન ફરે છે એમ ત્યાંના પણ આજુબાજુના રેસિડેન્સ વિસ્તારોમાં એટલે અમારી વેન ત્યાં ફરે છે. નહીં કે કોઈ ઉદ્યોગકારોને ધમકાવવા, દબાવવા કે બળજબરી પૂર્વક ટેક્સ વસૂલ કરવા માટે કોઈ પ્રયત્નો મનપા દ્વારા કરવામાં આવેલ નથી.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...