હિતલ પારેખ/ ગાંધીનગર: આજથી 6 મહાનગરપાલિકાઓ (Corporation) માટે મુખ્યમંત્રી સીએમ રૂપાણીના (CM Rupani) નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક (BJP Parliamentary Board) મળી હતી. જેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની (Rajendra Trivedi) હાજર રહ્યા હતા. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા પાર્લામેન્ટરી બોર્ડના (Parliamentary Board) ફોટા અને વીડિયોમાં વિધાનસભા અધ્યક્ષની સૂચક હાજરીને લઇને વિવાદ ઉભો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Local Councils Election) માટે નવા ચહેરાઓને તક મળે તે માટે સીએમ રૂપાણીના નિવાસસ્થાને આજે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની હાજરી જોવા મળી હતી. ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સૂચક હાજરીથી વિવાદ ઉભો થયો છે. તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષની (Gujarat Assembly Speaker) હાજરીને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સવાલો ઉઠાવ્યો છે. 


આ પણ વાંચો:- ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ત્રણ નિયમ લાગુ, દાવેદારોની આશા પર પાણી ફરી વળ્યું


રાજેન્દ્ર ત્રિવેદીની હાજરીને લઇને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સવાલો પૂછતા કહ્યું કે, વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો તટસ્થતા અને રાજકીય પક્ષથી ઉપર હોય છે. ત્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં તેમની હાજરી કેટલી યોગ્ય છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કરીને વિધાનસભા સત્રનું સંચાલન કેટલું તટસ્થતાથી કરી શકશે તેવો પ્રશ્ન પણ ઉભો કર્યો છે.


આ પણ વાંચો:- અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે તબીબોની ભૂખ હડતાળ, ફરી એકવાર મિક્ષોપથીનો કરાયો વિરોધ


ઉલ્લેખનીય છેકે, ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની સૂચક હાજરી વિવાદ ઊભો થયો છે. પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા પાર્લામેન્ટરી બોર્ડના ફોટા અને વીડિયોમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી પાર્લામેન્ટરી બોર્ડમાં બેઠેલા નજરે પડ્યા હતા. વિધાનસભાના અધ્યક્ષ હોદ્દો રાજકીય પક્ષ સાથે સંકળાયેલો ન હોવાના કારણે તેઓ કોઈ પક્ષની બેઠકમાં હાજરી આપી શકતા નથી.


આ પણ વાંચો:- ફ્રાન્સના પર્યાવરણ મંત્રીની સુરતમાં રીક્ષા ડ્રાઈવ, આ જોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા


ત્યારે પ્રદેશ ભાજપના નેતાઓ દ્વારા ખુલાસો કરતા કહ્યું કે, આ ફોટા અને વીડિયો તે સમયના છે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ હતી. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા આવ્યા હતા. તેઓ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં હાજર ન હતા. જોકે આજે પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં વડોદરા મહાનગર પાલિકાના ઉમેદવારોની ચર્ચા થતી હોવાને કારણે રાજેન્દ્ર ત્રિવેદીનો મત વિસ્તાર વડોદરા હોવાના કારણે તેઓ હાજર રહ્યા હતા તે વાતે જોર પકડ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube