નવનીત દલવાડી, ભાવનગર: કોરોના વાયરસ સામે સમગ્ર વિશ્વ એકજુથ બની લડી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા અગમચેતીના પગલાં લેવાઈ રહ્યા છે અને કોરોનાથી સતર્ક રહેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. આ સંજોગોમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા સહુ કોઈની જવાબદારી બને છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- આધાર કાર્ડ લિંક કરવાનો ઇ-મેલ આવે તો રહેજો સતર્ક, નહીં તો રડવાના આવશે દિવસો


ભાવનગરના જીતુ ચુડાસમા નામના નાગરિકે કોરોના વાયરસના ખતરાથી લોકોને જાગૃત કરવા લોકો આ વાયરસના ફેલાવાથી કઈ રીતે બચી શકે અને તેના ઉપાય જણાવતા સૂત્રો લખેલા સ્ટીકર લગાવી કોરોના અવરનેશ કાર બનાવી છે. આ કારને તેઓ શહેરના માર્ગો પર ફેરવી કોરોના વાયરસ સામે જન જાગૃતિ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.


આ પણ વાંચો:- જામનગરમાંથી બોગસ રિસિપ્ટનું કૌભાંડ ઝડપાયું


કોરોના વાયરસે વિશ્વના 135 કરતા વધારે દેશોમાં હાહાકાર મચાવ્યો છે. તમામ દેશ આ મહામારીથી બચવા માટેના ઉપાયો શોધી રહ્યાં છે. સાથે ભારત સરકારે પણ આ વાયરસ સામે લોકોને સતર્ક રહેવા ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. વાયરસને ફેલાતો અટકાવવા માટે અને સાવચેતીના ભાગ રૂપે શાળા કોલેજો, અને સિનેમાઘરો બંધ રાખવા આદેશ કરી દીધા છે.


આ પણ વાંચો:- રાજસ્થાન ગયેલા ધારાસભ્યોને લઇ નિતિન પટેલનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...


વિવિધ માધ્યમો દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી રહી છે. આવા સમયે લોકોએ પણ ખોટી અફવાઓથી બચવુ જોઈએ અને સાવધાની પૂર્વક આ વાયરસને દૂર રાખવા સરકારના દરેક સૂચનો સામે તકેદારી રાખવી જોઈએ. ભાવનગરના જીતુ ચુડાસમા નામના નાગરિકે પણ કોરોના સામે લોકોને સતર્ક રાખવા પોતાની જવાબદારી સમજી પોતાની કારને અવરનેશ કાર બનાવી છે.


Live TV:- 


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...