જામનગરમાંથી બોગસ રિસિપ્ટનું કૌભાંડ ઝડપાયું

જામનગરમાં એસઓજી પોલીસ દ્વારા ટ્યુશન ક્લાસ સંચાલક દ્વારા છેલ્લા ઘણા સમયથી બોગસ રિસિપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા દરમિયાન બોગસ રિસિપ્ટ બનાવી ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા જતો હતો

જામનગરમાંથી બોગસ રિસિપ્ટનું કૌભાંડ ઝડપાયું

મુસ્તાક દલ, જામનગર: જામનગરમાં એસઓજી પોલીસ દ્વારા ટ્યુશન ક્લાસ સંચાલક દ્વારા છેલ્લા ઘણા સમયથી બોગસ રિસિપ્ટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષા દરમિયાન બોગસ રિસિપ્ટ બનાવી ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવા જતો હતો. તે દરમિયાન સમગ્ર કૌભાંડનો જામનગર SOG પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને ખાનગી પૂજા ટયુશન કલાસ ચલાવતા સુનિલ નાગજીભાઇ પરમાર દ્વારા ધોરણ-10, ધોરણ-12 બોર્ડ અને કોલેજની વાર્ષિક પરીક્ષાઓની નકલી રિસિપ્ટ બનાવી ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતો હોવાની ચોક્કસ બાતમીના આધારે જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમના પીએસઆઇ અને સ્ટાફે દરોડો પાડતા ખાનગી ટ્યૂશન સંચાલક દ્વારા છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી ચલાવવામાં આવતું નકલી રિસિપ્ટ કૌભાંડ ઝડપી પાડવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.

SOGની ઝપટે ચઢેલ ખાનગી ટ્યૂશન સંચાલક બોર્ડની પરીક્ષા સમયે સક્રિય થતો હતો અને રિપીટર વિદ્યાર્થીઓનો સંપર્ક સાધી તેને પાસ કરાવી દેવાની લાલચે તેની પાસેથી મસમોટી રકમ સાથે રૂપિયા પડાવી સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું. અસલી રિસિપ્ટ જેવી જ હુંબહુ નકલી રિસિપ્ટ બનાવી તેમાં ડમી વિદ્યાર્થીઓનો ફોટો ચોંટાડી કાયદાના કોઇ પણ જાતના ડર વિના આરામથી પરીક્ષા આપવા જતો અને છેલ્લા બે વર્ષથી પણ વધુ સમયથી આ દ્વારા તેના દ્વારા સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવતું હતું.

હાલ પોલીસ દ્વારા કૌભાંડ આચરનાર શખ્સ પાસેથી ત્રણ બોર્ડ નકલી રિસિપ્ટ અને રિસિપ્ટ બનાવા માટેનું કમ્પ્યુટર સહિતનું તમામ સાહિત્ય અને રોકડ રકમ કબ્જે કરવામાં આવી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શખ્સ નકલી રિસિપ્ટ બનાવાનું કૌભાંડ ચલાવતો તેમજ તેની સાથે અન્ય કેટલા શખ્સો જોડાયેલા છે અને કઈ રીતે વિદ્યાર્થીઓનો સંપર્ક સાધતો. 

Live TV:- 

આ તમામ બાબતની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.ઉપરાંત અને તેના તાર જામનગર સહિત રાજયભરમાં ક્યાં સુધી ફેલાયેલા છે તે અંગેની વધુ તપાસ હાથ ધરવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની પોલીસ દ્વારા હાલ તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. જોકે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ ઘણાં ડમી વિદ્યાર્થીઓના પણ તપેલા ચડી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news