અતુલ તિવારી/અમદાવાદ :હવે અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દી માટે જગ્યા ઉપલબ્ધ છે કે નહિ તે માહિતી એક ક્લિકમાં મળી રહેશે. જેથી દર્દીઓને સારવાર માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલમાં ભટકવુ નહિ પડે. અમદાવાદ મેડિકલ એસોસિએશનની વેબસાઈટ પર ખાનગી હોસ્પિટલમાં રહેલા કોરોના બેડ અંગેની મુકવામાં આવી માહિતી છે. AMA ની વેબસાઈટમાં 'કોવિડ બેડ' કરીને ઑપ્શન ઉમેરાયું છે. જે મુજબ હવે અમદાવાદમાં કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી શહેરીજનોને મળી રહેશે. 


વાલીઓની લાચારી,  બે બાળકોને બે ફોન ઓનલાઈન અભ્યાસ માટે ક્યાંથી આપીએ? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

https://ahmedabadmedicalassociation.com/ નામની સાઈટ પર જઈને પરથી શહેરીજનો આ માહિતી મેળવી શકશે. શહેરીજનો કોરોના બેડ કઈ હોસ્પિટલમાં ખાલી છે તે અંગે માહિતી મેળવી શકે તે માટે વેબસાઈટ પર માહિતી અપલોડ કરાઈ છે. કોવિડ બેડ પર ક્લિક કરતા અમદાવાદની કોવિડ હોસ્પિટલ અને તેમાં બેડની સ્થિતિ અંગે માહિતી મળશે. 


રેખાના 2 હાઉસકીપરને પણ કોરોના, છતાં એક્ટ્રેસે ટેસ્ટ કરાવવાની ચોખ્ખી ના પાડી... 


ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ આ માહિતી ઉપલબ્ધ કરાવાઈ છે. તેથી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મદદથી દરરોજ બેડની સ્થિતિ અંગે ડેટા વેબસાઈટ પર અપલોડ કરાશે. હાલની સ્થિતિમાં અમદાવાદની 55 ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર અપાઈ રહી છે. 55 ખાનગી હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે અને કેટલા ભરેલા તે મુજબ દર્દી સારવાર માટે સરળતાથી જઈ શકે તે હેતુ આ માહિતી  આપવામાં આવી રહી છે. જેથી દર્દીઓને હોસ્પિટલોના ચક્કર ખાવા ન પડે અને તેઓને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ થઈ રહે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર