ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં કોરોના (corona virus) બેકાબૂ બન્યો છે. તેમાં પણ અમદાવાદની વાત કરીએ, તો અમદાવાદમાં કોરોનાના નવા કેસોનો રાફડો જ ફાટી ગયો છે. એકલા અમદાવાદમાં જ 1002 કેસ પહોંચી ગયા છે. અમદાવાદમા પરિસ્થિતિ વિકટ બની રહી છે. આંકડા પર નજર કરીએ તો, દર 7 મિનિટે એક કોરોના પોઝિટિવનો દર્દી ઉમેરાય છે. એકલા અમદાવાદમાં જ ગુજરાતના 60 ટકા કેસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા 228 કેસ સાથે ગુજરાતે કોરોનામાં રેકોર્ડ તોડ્યો, કુલ 1604 કેસ થયા


ગુજરાતમાં અમદાવાદ અને અન્ય શહેરોના આંકડા પર નજર કરીએ તો, કુલ 1604 કેસમાંથી 1002 કેસ તો અમદાવાદના જ છે. જે બતાવે છ કે અમદાવાદમાં પરિસ્થિતિ કેટલી વિકટ છે. તો બીજી તરફ, અમદાવાદ બાદ સૌથી વધુ કેસમાં સુરતના વારો આવે છે. જેના કુલ કેસ આજે 220 થયા છે. એટલે કે, પ્રથમ અને બીજા નંબરના શહેરોમાં 80 ટકાનો ફરક સ્પષ્ટ દેખાય છે.  


જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતના સાંબરકાંઠાના જવાન શહીદ


રાજ્યના કુલ મૃત્યુઆંક 58ના 50 ટકા મોત અમદાવાદમાં થયા છે. આજના જે નવા કેસો નોંધાયા છે તેમાં મોટાભાગના નરોડા, જમાલપુર, બહેરામપુરા, રિલિપ રોડ, ત્રણ દરવાજા, મણિનગર, મેઘાણીનગર, જીવરાજ પાર્ક, દુધેશ્વર, જુહાપુરા વિસ્તારોમાં સામે આવ્યા છે. સૌથી વધુ કેસો હોટસ્પોટ વિસ્તારોમાંથી જ છે. શનિવારે 24 કલાકમાં જ 240 કેસો નોંધાયા હતા, જેના બાદથી કેસમા સતત વધારો થઈ રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર