જમ્મુ-કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતના સાંબરકાંઠાના જવાન શહીદ
ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા (Terrorist Attack) માં ગુજરાતનો જવાન શહીદ થયો છે. સાંબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડીનો જવાન સતપાલસિંહ પરમાર જમ્મુમાં CRPF ટુકડી સાથે સામેલ હતો. જમ્મુ કાશ્મીરમા આંતકી હુમલો આંતકી હુમલામાં ૩ જવાનો થયા છે. જવાન શહીદ થતા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા આઠ વર્ષથી CRPFમાં સૈનિક તરીકે ફરજ બજાવતા હતાં.
Trending Photos
શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા :ગઈકાલે જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલા (Terrorist Attack) માં ગુજરાતનો જવાન શહીદ થયો છે. સાંબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના ઝાલાની મુવાડીનો જવાન સતપાલસિંહ પરમાર જમ્મુમાં CRPF ટુકડી સાથે સામેલ હતો. જમ્મુ કાશ્મીરમા આંતકી હુમલામાં ૩ જવાનો થયા છે. જવાન શહીદ થતા જિલ્લા સહિત પ્રાંતિજ તથા તાલુકામાં ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા આઠ વર્ષથી CRPFમાં સૈનિક તરીકે ફરજ બજાવતા હતાં.
જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપારમાં ગઈકાલે મોટો આતંકી હુમલો થયો હતો. જેમાં સીઆરપીએના ત્રણ જવાન શહીદ થયા છે. આ ઉપરાંત બે સુરક્ષાકર્મચારીઓ પણ ઘાયલ થયા છે. આતંકીઓએ સોપોરમાં સીઆરપીએફ અને પોલીસની જોઈન્ટ નાકા પાર્ટી પર હુમલો કર્યો હતો. આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાએ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
હવે કચ્છમાં લૉકડાઉનમાં લગ્નને લીલી ઝંડી અપાઈ, પણ શરતો સાથે
શહીદ થનારા ત્રણ જવાનોમાં સીઆરપીએફના રાજીવ શર્મા (બિહાર), સીબી ભકોરે (મહારાષ્ટ્ર) અને સત્યપાલસિંહ પરમાર (ગુજરાત)ના છે. આ પહેલા શુક્રવારે આતંકીઓએ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લાના નેવામાં સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો અને સીઆરપીએફ અને પોલીસના સંયુક્ત કેમ્પ પર નિશાન સાધ્યું હતું. શુક્રવારે થયેલ આતંકી હુમલામાં એક જવાન ઘાયલ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે