ઝી બ્યુરો, ગાંધીનગર: રાજ્યમાં આજે કોરોના કેસમાં આજે ફરી કેસમાં વધારો થયો છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના 816 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના સંક્રમણથી 745 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીઓનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.71 ટકા થઈ ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 5168 એક્ટિવ કેસ છે. જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 5158 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,29,700 દર્દીઓ મ્હાત આપી ચુક્યાં છે. જ્યારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,956 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.


રાજ્યમાં કોરોના વાયરસના આંકડા
જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 312 કેસ નોધાયા છે અને બે મોત નોંધાયા છે. જ્યારે મહેસાણા 56, સુરત કોર્પોરેશનમાં 52, વડોદરા કોર્પોરેશનમાં 51, વડોદરા 40, રાજકોટ કોર્પોરેશન 36, સુરત 25, કચ્છ 24, પાટણ 21, વલસાડ 21, ગાંધીનગર કોર્પોરેશન 20, ભાવનગર કોર્પોરેશન 18, આણંદ 16, ભરૂચ 15, રાજકોટ 13, અમરેલી 12, જામનગર કોર્પોરેશન 11, નવસારી 11, મોરબી 10 એમ કુલ 816 કેસ નોંધાયા છે.


ગુજરાતના રસીકરણના આંકડા
જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,10,623 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1461 ને રસીનો પ્રથમ અને 3845 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 217 ને રસીનો પ્રથમ અને 661 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 24247 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 1880 ને રસીનો પ્રથમ અને 3755 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 174557 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 11,30,42,755 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube