બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની એન્ટ્રી, બે કેસ નોંધાયા, 5 વર્ષનું બાળક પણ બન્યું શિકાર
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 521 પર પહોંચી ગઈ છે.
બનાસકાંઠાઃ રાજ્યમાં કોરોના વાયરસનો વ્યાપ સતત વધી રહ્યો છે. વાયરસે હવે બનાસકાંઠા જિલ્લામાં એન્ટ્રી કરી છે. જિલ્લામાં બે કોરોના વાયરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. વાવ તાલુકાના મિઠાવી ચારણ ગામમાં પાંચ વર્ષનો બાળક કોરોનાનો શિકાર બન્યો છે. તો પાલનપુરમાં એક 55 વર્ષીય વૃદ્ધ પણ કોરોનાથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. આ સાથે ગુજરાતમાં કોરોના પીડિતોની સંખ્યા 521 પર પહોંચી ગઈ છે. હાલ આ બંન્ને દર્દીઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
બનાસકાંઠામાં પણ કોરોનાની એન્ટ્રી
રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાનો કહેર પહોંચી ગયો છે. જિલ્લામાં પ્રથમ બે કેસ સામે આવ્યા બાત તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. પાંચ વર્ષનું એક બાળક કોરોનાનું ભોગ બન્યું છે, તેનો પરિવાર સુરતથી અહીં આવ્યો હતો. ત્યારબાદ પાંચ એપ્રિલે તેનામાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા હતા. તેના સેમ્પલને ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે બાળક કોરોના પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. તો પાલનપુરમાં 55 વર્ષીય વ્યક્તિ પણ કોરોનાનો શિકાર બની ગયા છે. તો હવે તંત્રએ આ વ્યક્તિઓના સંપર્કમાં આવનાર લોકો અને પરિવારજનોના સેમ્પલ પણ લીધા છે અને તેને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે.
અમદાવાદ સહિત આ મહાનગરોમાં આજથી માસ્ક ફરજીયાત, ભંગ કરશો તો દંડ અને જેલની પણ જોગવાઈ
તંત્ર આવ્યું હરકતમાં
5 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગે 10 જેટલી ટીમો બનાવી અને 2500 લોકોનો સર્વે પણ કર્યો છે. તો પાલનપુરના 55 વર્ષના એક વૃદ્ધનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તંત્રએ 11 એપ્રિલે 86 લોકોના રેન્ડમ સેમ્પલ લીધા હતા. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર