અમદાવાદ સહિત આ મહાનગરોમાં આજથી માસ્ક ફરજીયાત, ભંગ કરશો તો દંડ અને જેલની પણ જોગવાઈ


રાજ્યમાં કોરોના વાયરસના લોકલ ટ્રાન્સમિશનને રોકવા માટે મહાનગરોમાં આજથી ફરજીયાત માસ્ક પહેરવાની જોગવાઈ કરવામાં આવી છે. 

 અમદાવાદ સહિત આ મહાનગરોમાં આજથી માસ્ક ફરજીયાત, ભંગ કરશો તો દંડ અને જેલની પણ જોગવાઈ

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના લોકલ ટ્રાન્સમિશનને રોકવા માટે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. જેથી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં આજથી માસ્ક ફરજીયાત કરવામાં આવ્યું છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ રવિવારે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, સોમવારથી શહેરમાં જે કોઈપણ વસ્તુઓ લેવા માટે બહાર નિકળશે તો તેણે માસ્ક ફરજીયાત પહેરવું પડશે. જો આમ ન કરવામાં આવે તો 3 વર્ષની જેલ ઉપરાંત પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ રાજકોટ, સુરત અને વડોદરામાં પણ ફરજીયાત માસ્ક પહેરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તમામ જગ્યાએ દંડ અને જેલની જોગવાઈ કરવામાં આવી છે. 

ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 500ને પાર
રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોના પીડિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં 517 કોરોના પોઝિટિવ કેસ છે. તો રાજ્યમાં અત્યાર સુધી 24 લોકોના મૃત્યુ પણ થયા છે. અમદાવાદમાં કુલ  282 કેસ છે. ગાંધીનગરમાં 15, સુરતમાં 28, રાજકોટમાં 18 અને ભાવનગરમાં 23 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 44 દર્દીઓ સાજા પણ થયા છે. 

વડોદરામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, કુલ સંક્રમિતોની સંખ્યા 102

માસ્ક ન હોય તો રૂમાલ બાંધવો પડશે
જ્યારે પણ બહાર જાવ તો તમારી પાસે માસ્ક ન હોય તો મોઢે રૂમાલ કે દુપટ્ટો બાંધી શકો છો. તેને પણ માસ્ક ગણવામાં આવશે. પરંતુ તમારા મોઢા પર કંઇ બાંધેલું હોવું ફરજીયાત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news