ગુજરાત હવે કોરોના મુદ્દે સરેરાશ 600ની નજીક, આજે નવા 580 કેસ નોંધાતા તમામ રેકોર્ડ તુટ્યાં
અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે 580 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 655 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,24,874 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 25 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે.
અમદાવાદ : અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે 580 નવા દર્દીઓ નોંધાયા છે. જો કે સામે પક્ષે 655 દર્દીઓ પણ સાજા થઇને ઘરે ગયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,24,874 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજે 25 લોકોનાં કોરોનાને કારણે દુ:ખદ મોત પણ નિપજ્યાં છે. જેમાં અમદાવાદનાં 20, સુરતનાં 3 ઉપરાંત અરવલ્લી અને છોટાઉદેપુરનાં 1-1 વ્યક્તિનોસમાવેશ થાય છે. આ પ્રકારે કોરોનાને અત્યાર સુધીમાં મૃતકોનો આંકડો 1639 પર પહોંચ્યો છે.
દામનગર: ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના બે સહિત સતદેવીદાસ આશ્રમના સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ
રાજ્યનાં અલગ અલગ જિલ્લાઓમાં આજે 2,23,450 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,19,465 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 3985 લોકોને પ્રાઇવેટ અથવા સરકારી ફેસિલીટીમાં રાખવામાં આવેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0ને કારણે રાજ્યમાં પરિવહન ધીમે ધીમે પૂર્વવત થઇ રહ્યું છે.
અમદાવાદ: રથયાત્રાનાં ચેકિંગ દરમિયાન ક્રાઇમબ્રાંચે દેશી કટ્ટાઓ સાથે આખી ગેંગની ધરપકડ કરી
જો કે રાજ્યમાં એક્ટિવ કેસની સ્થિતીની વાત કરીએ તો કુલ 6296 કેસ એક્ટિવ છે, જે પૈકી 6237 સ્ટેબલ છે. જ્યારે 59 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. 19357 દર્દીઓને ડિસ્ચાર્જ મળી ચુક્યું છે. 1664 દર્દીઓનાં મોત નિપજ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અનલોક 1.0 પછીના ત્રણ દિવસમાં ગુજરાતમાં કોરોનાના આંકડામાં ખુબ જ મોટો ઉછાળો જોવા મળ્યો છે.
ઉડતા ગુજરાત: કચ્છ અને સુરત બન્યા નશાના પીઠા, SOGએ 59 કિલો ગાંઝા સાથે 3ની ધરપકડ કરી
રાજ્યમાં નવા નોંધાયેલા કેસની જિલ્લા વાર વિગત અનુસાર માત્ર અમદાવાદમાં જ 273 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 176, વડોદરામાં 41, ગાંધીનગરમાં 15, ભરૂચ 10, અરવલ્લીમાં 9, ભાવનગર 8, જામનગર 8, વલસાડમાં 5, રાજકોટમાં 4, આણંદમાં 4, પંચમહાલ, પાટણ, અમરેલીમાં 4-4, બનાસકાંઠા-સાબરકાંઠામાં 3-3, મહેસાણામાં 2, જૂનાગઢણાં 2, ખેડા,બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે. આ પ્રકારે કુલ 580 નવા કેસ નોંધાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર