લૉકડાઉનના પગલે હિજરત કરતા પરિવારોને પોલીસે કરી સહાય, કરિયાણાં અને જરૂરી ચીજવસ્તુઓની કીટ વિતરણ કરાઈ
દેશમાં લૉકડાઉનની જાહેરાત બાદ હિજરત કરી રહેલા લોકોને પોલીસ સહાય પૂરી પાડી રહી છે.
મૌલિક ધામેચા/અમદાવાદઃ દેશમાં કોરોના વાયરસના કહેર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરી હતી. ત્યારે ગુજરાતમાં પણ બે દિવસથી લૉકડાઉન જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે આવા સમયે રોજમદારો અને મજૂર વર્ગ પરિવાર માટે ગુજરાન ચલાવવાનું મુશ્કેલી ભર્યું બન્યુ છે. આવા ગરીબ લોકો માટે પોલીસ મદદરૂપ બની છે. કેટલાક લોકો આ ગંભીર પરિસ્થિતિની અનેખી કરી ચાલતા પોતાના વતન જઈ રહ્યાં છે. ત્યારે આવા અનેક મજૂર વર્ગના લોકોને પોલીસ જરૂરિયાતની ચીજવસ્તુઓ અને કરિયાણું પૂરું પાડી રહી છે.
અમદાવાદના સોલા વિસ્તારમાં આવા કેટલાક પરિવારોને એક સપ્તાહ ચાલે તેટલું કરિયાણું સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા પહોંચાડવામાં આવ્યું છે. 2000 જેટલી જરૂરિયાત ચીજવસ્તુઓની કીટ બનાવી ને મદદરૂપ થવા માટે આસરાહનીય પ્રયાસ સોલા હાઇકોર્ટે પોલીસ તરફથી કરવામાં આવી રહ્યો છે. જેને લઇ આ પરિવારો પોલીસને પણ આશીર્વાદ આપી રહ્યા છે. પોલીસ ગુનેગારો પાસેથી ભલે કામ લેતી હોય પરંતુ ગરીબોના બેલી બની મદદરૂપ થતો પોલીસ નો ચહેરો શહેરીજનો માટે એટલું જ મહત્વનું છે.
કોરોના લૉકડાઉનઃ વૃદ્ધો અને નિરાધાર લોકોને ઘર બેઠા ભોજન મળે તે માટે સીએમે કરી ખાસ વ્યવસ્થા
ગુજરાતમાં કોરોનાના 43 કેસ
ગુજરાતમાં કોરોનાપીડિતનો આંકડો દિવસેને દિવસે વધી રહ્યો છે. આરોગ્ય વિભાગના અગ્રસચિવ જયંતિ રવિએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં કોરોનાથી 3 મોત નોંધાયા છે. આ મૃત્યુ સુરત, અમદાવાદ અને ભાવનગરમાં નોંધાયા છે. આ સિવાય રાજ્યમાં કુલ 43 કેસ પોઝિટિવ છે જેમાં અમદાવાદમાં 15, સુરત-ગાંધીનગરમાં 7, વડોદરામાં 8, રાજકોટમાં 4 તેમજ કચ્છ-ભાવનગરમાં 1-1 કેસ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર