Corona News: ખુશીના સમાચાર, કોરોના સામે જંગ જીતી રહ્યું છે ગુજરાત, 18 જિલ્લામાં એકપણ કેસ નહીં
સૌથી ખુશીની વાત છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 જિલ્લા અને એક મહાનગર પાલિકામાં એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યનો રિકવરી રેટ 97.43 ટકાએ પહોંચી ગયો છે. નવા કેસની સાથે ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા 2,63,443 થઈ ગઈ છે.
ગાંધીનગરઃ ગુજરાત કોરોના ફ્રી (Corona virus free) થવા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી રાજ્યમાં નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 244 નવા કેસ સામે આવ્યા છે. તો માત્ર એક વ્યક્તિનું નિધન થયું છે. સૌથી ખુશીની વાત છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 18 જિલ્લા અને એક મહાનગર પાલિકામાં એકપણ કેસ નોંધાયો નથી. રાજ્યનો રિકવરી રેટ 97.43 ટકાએ પહોંચી ગયો છે. નવા કેસની સાથે ગુજરાતમાં કુલ કેસોની સંખ્યા 2,63,443 થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વડોદરા શહેરમાં સૌથી વધુ 64 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 53, રાજકોટ શહેરમાં 35, સુરત શહેરમાં 30, વડોદરા ગ્રામ્ય 11, મહેસાણા 7, રાજકોટ ગ્રામ્ય 7, કચ્છ 5, આણંદ 4, ગાંધીનગર જિલ્લામાં 8, જામનગર જિલ્લામાં 6, સાબરકાંઠામાં 3 કેસ નોંધાયા છે. તો રાજ્યના 18 જિલ્લામાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. ગુજરાતમાં આજે એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં થયું છે.
કોરોના સામે જંગ જીતી રહ્યું છે ગુજરાત
ગુજરાત કોરોના સામે સતત જંગ જીતવામાં સફળ થઈ રહ્યું છે. છેલ્લા ઘણા દિવસથી નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. આજે 18 જિલ્લામાં એકપણ નવો કેસ સામે આવ્યો નથી. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા માત્ર 2379 છે. જેમાં 24 દર્દીઓ વેન્ટીલેટર પર છે. તો સારવાર બાદ અત્યાર સુધી 2 લાખ 56 હજાર 660 દર્દીઓ સાજા થયા છે. કોરોનાને લીધે રાજ્યમાં અત્યાર સુધી 4395 લોકોના મૃત્યુ થયા છે.
આજે 13 હજારથી વધુ લોકોને રસી આપવામાં આવી
રાજ્યમાં આ સાથે વેક્સિનેશનનું કામ પણ ઝડપથી થઈ રહ્યું છે. રાજ્યમાં આજે 555 કેન્દ્રો પર 13625 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 5 લાખ 55 હજાર 179 વ્યક્તિઓનું વેક્સિનેશન થઈ ચુક્યું છે. તો વેક્સિનેશન બાદ રાજ્યમાં એકપણ વ્યક્તિમાં કોઈ આડઅસર જોવા મળી નથી.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube