કોવિડ કેરમાં ‘ઝીંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ’ સોંગ પર દર્દીઓ ડોલ્યા
સ્પીકર પર ઝીંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ ગીત વાગતા જ દર્દીઓ એક્ટીવ થયા હતા. અને ખાટલા પર જ ડોલીને ગીતને સમર્થન આપતા નજરે પડ્યા હતા.માત્ર ફિલ્મી સોંગ જ નહિ પરંતુ દર્દીઓને હનુમાન ચાલીસા પણ સંભળાવવામાં આવી હતી તથા ગુલાબ આપીને પ્રોત્સાહનમાં વધારો કરવામાં આવ્યો હતો.
હાર્દિક દિક્ષિત: દેશ (India) માં કોરોના (Coronavirus) ની સુનામી ચાલી રહી છે. રોજેરોજ અસંખ્ય લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. ત્યારે કોરોના (Coronavirus) ની સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિજનો માનસીક તણાવમાં જોવા મળે છે. તેવા સમયે દર્દીઓમાં સકારાત્મકતા ફેલાવવા માટે 'ઝીંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ....' ગીત રેલાવતા દર્દીઓ ગોત્રી હોસ્પિટલમાં ઝુમ્યા હતા. ભૂતકાળમાં પણ શહેરની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓ બોલીવુડ (Bollywood) ના ગીત (Song) પર મજા માણતા હોય તેવા અનેક વિડીયો વાઇરલ થઈ ચૂક્યા છે.
વડોદરા (Vadodara) માં ગોત્રી મેડીકલ કોલેજ અને સયાજી હોસ્પિટલ ખાતે સૌથી મોટા ડેડીકેટેડ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં સેંકડોની સંખ્યામાં દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. ગોત્રી મેડીકલ કોલેજના કોવિડ કેર (Covid Care) માં સારવાર લઇ રહેલા દર્દીઓમાં સકારાત્મકતા ફેલાવવા માટે પીપીઇ કીટ (PPE Kit) માં ખભે સ્પીકર લટકાવીને કોવિડ વોર્ડમાં MSW ના વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા.
વાત એક એવા રંગીન મિજાજી રાજાનીઃ 365 રાણી અને 50થી વધારે બાળકો, 38 વર્ષ સુધી કર્યુ રાજ
સ્પીકર પર ઝીંદગી કી યહી રીત હૈ, હાર કે બાદ હી જીત હૈ ગીત વાગતા જ દર્દીઓ એક્ટીવ થયા હતા. અને ખાટલા પર જ ડોલીને ગીતને સમર્થન આપતા નજરે પડ્યા હતા.માત્ર ફિલ્મી સોંગ જ નહિ પરંતુ દર્દીઓને હનુમાન ચાલીસા પણ સંભળાવવામાં આવી હતી તથા ગુલાબ આપીને પ્રોત્સાહનમાં વધારો કરવામાં આવ્યો હતો.
Recruitment 2021: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, 1,42,400 સુધી મળશે પગાર
શહેરમાં કોરોના પોઝીટીવ આંક રોજે રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. કોરોનાનો ડર એટલો બધો છે કે તેનું નામ સાંભળતા જ પોતાને બાહુબલી માનતા લોકો ના પગ તળેથી જમીન સરકી પડે. તેવા સમયે સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના પરિજનો સતત તણાવમાં રહે છે. દર્દીઓને પરિજનો મળી શકતા નથી, માત્ર ટેલીફોનિક સંપર્ક રાખી શકે છે. તથા કેટલાક કિસ્સાઓમાં આજુ બાજુમાં સારવાર લઇ રહેલા કોરોનાના દર્દીનું મૃત્યું થયું હોય તો તે વાતનો ડર અન્ય દર્દીના મનમાં ઘર કરી જાય તેવી સ્થિતી સર્જાય છે.
હમારા સ્વાગત નહી કરોગેં...લગ્નમાં બિન બુલાયે મહેમાન બની ત્રાટકી પોલીસ, ભોજન સમારંભમાં મચી દોડધામ
એમ. એસ. યુનિ.ના સોશિયલ (Social) વર્ક ફેકલ્ટીમાં MSW માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગોત્રી હોસ્પિટલમાં ફિલ્ડવર્કની કામગીરી સોંપવામાં આવી હતી. એક મહિના સુધી તેઓ એ અલગ અલગ કામગીરી કરી હતી. જેમાં કંટ્રોલ રૂમ અને કોવિડ વોર્ડમાં કો ઓર્ડિનેશનનું કામ મહત્વનું હતું.
તેની સાથે દર્દીઓને પરિવારજન સાથે ફોન કરાવવો, પરિવારજનોનું કાઉન્સિલીંગ કરવું, દર્દીઓમાંથી કોરોનાનો ડર દુર કરીને તેમને સકારાત્મક વિચારો આપવા કાઉન્સિલીંગ કરવું, સહિતના કામો કરવામાં આવ્યા હતા. દરમિયાન તેમને કોરોના દર્દીઓના આત્મવિશ્વાસ ને વધારવાનો અનોખો પ્રયાસ કર્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube