રક્ષિત પંડ્યા/ રાજકોટ : સાત દિવસ બાદ આજે ફરી રાજકોટ શહેરમાં વધુ એક કોરોના પોઝિટવ કેસ સામે આવ્યો છે. રાજકોટ લેબ ખાતે આજ રોજ કુલ  27 શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે બાકીના 26 વ્યક્તિના રિપોર્ટ નેગેટિવ નોંધાયા છે. રાજકોટમાં આજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા રાજકોટમાં કોરોના પોઝિટિવ સંખ્યા 11 પર પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

CM રૂપાણીએ વડોદરાના સફાઇ કર્મચારી સાથે વાત કરી, કહ્યું તમે દેશની ખુબ મોટી સેવા કરી રહ્યા છો


રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતા 41 વર્ષીય યુવાનનો આજ રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો છે. પોઝિટિવ દર્દી ગઇકાલે પ્રથમ સ્થાનિક ખાનગી ક્લિનિકમાં તબીબી સારવાર અર્થે ગયો હતો. જ્યાં તેને તબીબ દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર કરાયો હતો.  જ્યાં યુવાનને એડમિટ કરવામાં આવ્યો હતો. જો કે યુવાન ડરના કારણે હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો. જેને રાત્રી દરમિયાન આરોગ્ય વિભાગે પોલીસની મદદથી શોધી ફરી આયસોલેશન વોર્ડમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. આજ રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ફરીથી જંગલેશ્વર વિસ્તારમાં સીમટ્રોમિક તેમજ દર્દીના કોન્ટેક ટ્રેસિંગ કાર્યવાહી હાથ ધરી છે. 


રાજુલાના વિસળિયા નજીક સામાન્ય ઘર કંકાસથી કંટાળી માતાએ ત્રણ સંતાનો સાથે કુવામાં પડતું મુક્યું


ઉલ્લેખનિય છે કે ગુજરાત અને રાજકોટના કોરોના પોઝિટિવ પ્રથમ દર્દી પણ જંગલેશ્વર વિસ્તારનો રહેવાસી છે અને તેને રજા આપ્યા બાદ હોમ ક્વોરોનટીન કરવામાં આવ્યો છે. રાજકોટમાં અત્યાર સુધી નોંધાયેલ 11 કોરોના પોઝિટિવ દર્દી પૈકી માત્ર 3 દર્દી જ વિદેશ પ્રવાસ ની હિસ્ટ્રી ધરાવી રહ્યા છે જ્યારેએ ઊપરાંત અન્ય 8 દર્દી લોકલ ટ્રાન્સમિશનથી કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યા હોવાનું સામે આવી રહ્યું છે. આજ રોજ નોંધાયેલ પોઝિટિવ યુવાન દર્દી પણ લોકલ ટ્રાન્સમિશનનો કેસ હોય તેવી શંકા આરોગ્ય વિભાગની ટીમે દર્શાવી રહી છે.


UKથી આવેલા દર્દીએ કોરોના મુક્ત થઇ કહ્યું, ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ ખુબ જ નિષ્ઠાવાન


સાથે જ યુવાન મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે અને એક જ ઓરડીમાં પરિવાર સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ ફરી જંગલેશ્વર વિસ્તારમાં કામગીરી શરૂ કરી દર્દી સાથે કોન્ટેકમાં આવેલ લોકોને તપાસી ક્વોરોનટીન કરવા કાર્યવાહી શરૂ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા જંલેશ્વર વિસ્તારના કુલ 333 લોકોને ક્વોરોનટીન કર્યા છે. જેમાં 5 લોકોને ફેસિલિટી ક્વોરોનટીન કરવામાં આવ્યા  છે. જ્યારે બાકીના તમામ 77 પરિવારના 328 લોકોને હોમ ક્વોરોનટીન કરવામાં આવ્યા છે. 


ગુજરાતમાં હવે બીજા સર્વેની કામગિરી ચાલુ થશે, ગામડાઓ પર વધારે ધ્યાન આપવામાં આવશે


રાજકોટ મનપાના પૂર્વ મેયરનો પોઝિટિવ દર્દીએ કર્યો હતો સંપર્ક
યુવાન પ્રથમ ગઇકાલે રાજકોટ મનપા ના પૂર્વ મેયર ડોકટર જૈમન ઉપાધ્યાય પાસે તબીબી સારવાર અર્થે ગયા હતા અને તેમના દ્વારા યુવાન ને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે રીફર થવા સૂચન આપવામાં આવ્યું હતું. આજ રોજ યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવતા મનપાના પૂર્વ મેયર ડોકટર જૈમન ઉપાધ્યાય જાતે આરોગ્ય વિભાગને જાણ કરી હોમ ક્વોરોનટીન થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube