હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરામાં પણ કોરોના (corona virus) ના કેસનો આંકડો સતત વધી રહ્યો છે. વડોદરા (vadodara) માં નાગરવાડા અને તાંદલજા વિસ્તાર ક્લસ્ટર ક્વોરેઈન્ટાઈન કરાયો છે. જેના બાદ કોરોના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવેલા અનેક લોકોના રિપોર્ટ લેવામાં આવ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારમાંથી લાવવામાં આવેલા શંકાસ્પદ દર્દીઓને ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. ત્યારે ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓની નૌટંકી વધી રહી છે. 


નિઝામુદ્દીન મરકજને કારણે ગુજરાતમાં કોરોના વકર્યો, મોટાભાગના દર્દી હોટસ્પોટ વિસ્તારના 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોત્રી હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનામાં દર્દીઓનો આતંક વધી રહ્યો છે. આ દર્દીઓ જાહેરમાં સ્નાન કરવા બેસે છે. તો ગોત્રી હોસ્પિટલમાં ગમે ત્યાં થુકી રહ્યા છે. ડસ્ટબીન મૂકી હોવા છતાં જમ્યા બાદ ડીશ તેમાં નાંખતા નથી. ગોત્રી હોસ્પિટલમાંના સંકુલમાં શંકાસ્પદ દર્દીઓએ ગંદકી ફેલાવી મૂકી છે. ગોત્રી દવાખાના વિસ્તારની હોસ્ટેલ ફૂલ થતા શંકાસ્પદોને જાહેરમાં પંડાલમાં રાખવામાં આવી રહ્યા છે. ત્યારે આ શંકાસ્પદ લોકો તંત્રના કાબૂ નથી. ગોત્રી હોસ્પિટલ સંકુલમાં રહેતા તબીબો અને સ્ટાફમાં આ કારણે ગભરાટ ફેલાયો છે. 


ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં નવા 55 કેસ, અમદાવાદના જ 50 


વડોદરામાં હાલ પોઝિટિવ કેસોનો આંકડો 18 છે. નાગરવાડા વિસ્તારમાં વધી રહેલા પોઝિટિવ કેસો બાદ આ વિસ્તારમાં સરવે કરવામાં આવ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી શંકાસ્પદ દર્દીઓ ગોત્રી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જેમાંથી અનેક દર્દીઓ મિસબિહેવ કરી રહ્યા છે. અહીં 50 જેટલા શંકાસ્પદ દર્દીઓ છે, જેઓ ભિક્ષુકો તથા અન્ય રખડતા અને નિસહાય લોકો છે. હાલ, ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે 250 બેડનો આઇસોલેશન વોર્ડ બનાવ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર