ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં નવા 55 કેસ, અમદાવાદના જ 50
ગુજરાતમાં પણ હવે કોરોના વાયરસ (corona virus) બેકાબૂ બની રહ્યો છે. આવામાં 9 એપ્રિલના કોરોના વાયરસના નવા કેસ વિશે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી કે, ગુજરાતમાં કુલ નવા 55 કેસો છે. આ સાથે ગુજરાતમાં કોરોનોના કેસો આંકડો 241 પર પહોંચી ગયો છે. જેમાંથી 50 માત્ર અમદાવાદના જ છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 133 પર પહોંચ્યો છે. નવા કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના છે. સર્વેલન્સ કરવાના કારણે આ કેસો સીધા બહાર આવ્યા છે. કોઈ ચિંતાજનક બાબત નથી. હોટ સ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ કરતા આ કેસો બહાર આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસો નીકળશે.
Trending Photos
હિતલ પારેખ/ગાંધીનગર :ગુજરાતમાં પણ હવે કોરોના વાયરસ (corona virus) બેકાબૂ બની રહ્યો છે. આવામાં 9 એપ્રિલના કોરોના વાયરસના નવા કેસ વિશે રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી કે, ગુજરાતમાં કુલ નવા 55 કેસો છે. આ સાથે ગુજરાતમાં કોરોનોના કેસો આંકડો 241 પર પહોંચી ગયો છે. જેમાંથી 50 માત્ર અમદાવાદના જ છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 133 પર પહોંચ્યો છે. નવા કેસ અમદાવાદના હોટસ્પોટ વિસ્તારના છે. સર્વેલન્સ કરવાના કારણે આ કેસો સીધા બહાર આવ્યા છે. કોઈ ચિંતાજનક બાબત નથી. હોટ સ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ કરતા આ કેસો બહાર આવ્યા હોવાનો દાવો તેમણે કર્યો છે. જોકે, હોટસ્પોટમાં હજુ પણ વધુ કેસો નીકળશે.
અમદાવાદના વધી રહેલા કેસ અંગે તેમણે જણાવ્યું કે, દાણીલીમડા, આસ્ટોડિયા, ઘોડાસર આ ત્રણ વિસ્તારમાં સૌથી વધુ કેસો 50 આવ્યા છે. કુલ 1788 ટેસ્ટ કર્યા છે તેના આધારે પાંચ ટકાની સરેરાશથી પોઝિટિવ કેસો આવી રહ્યા છે. હોટસ્પોટ વિસ્તારોમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે.
કોરોનામાં નવા પ્રકારના દર્દીઓની સંખ્યા વધી
નવા વધી રહેલા કેસ અંગે આરોગ્ય સચિવે જણાવ્યું કે, રાજ્યમાં symptomatic positive દર્દીઓની સંખ્યા પણ જોવા મળી છે. આ પ્રકારના લક્ષણો પોઝિટિવ દર્દીઓમાં વધી રહ્યાં છે. ખૂબ જ પ્રકારનાં લક્ષણ ન હોવા છતાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યો છે. આજના 55 નવા દર્દીઓ આવ્યા છે, તેમાંથી 80% આ પ્રકારના દર્દીઓ હોવાનું આરોગ્ય અગ્ર સચિવનું નિવેદન છે.
નિઝામુદ્દીન મરકજને કારણે કેસ વધ્યા
નિઝામુદ્દીન સાથે સંકળાયેલા દર્દીઓના હોટસ્પોટ વિસ્તારમાંથી જ મોટાભાગના દર્દીઓ આવી રહ્યાં છે. નિઝામુદ્દીનની ઘટના પછી હોટસ્પોટનું નિર્માણ કરવાની ફરજ પડી છે.
શુક્રવારે કે શનિવાર સાંજ સુધીમાં કેન્દ્ર સરકાર તરફથી રેપિટ ટેસ્ટિંગ કિટ ગુજરાતમાં પહોંચી જશે. ૩૦૦૦થી વધુ કીટ આવશે. આ ઉપરાંત વિદેશથી 50 હજારથી વધુ રેપિટ કીટનો ઓર્ડર રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો છે, જે એક સપ્તાહની અંદર આવશે. જેથી કોરોનાના કેસોની ટેસ્ટિંગની પ્રોસેસ જલ્દી થશે.
કુલ 241 કેસમાંથી 33 વિદેશ ટ્રાવેલના છે. તો 32 જેટલા કેસ આંતરરાજ્ય ટ્રાવેલ હિસ્ટ્રીના છે. એક કેસમાં 48 વર્ષીય અમદાવાદના દર્દીનું મોત નિપજ્યું છે. તો અમદાવાદ ગ્રામ્યમાંથી એક પુરુષ દર્દી સારવાર બાદ ડિસ્ચાર્જ થયા છે. હાલ રાજ્યાં 155 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 26 જેટલા લોકોને કુલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
લોકડાઉન બાદ પહેલીવાર મુખ્યમંત્રી આજે સચિવાલય જશે
લોકડાઉન બાદ પહેલીવાર મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સચિવાલય આવશે. બપોરે તેઓ સ્વર્ણિમ સંકુલ ખાતે બેઠકમાં હાજરી આપશે. વિધાનસભા સત્ર મુલત્વી રાખ્યા બાદ આજે પહેલી વાર સચિવાલયમાં મુખ્યમંત્રી આવશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સતત અપડેટ મેળવી રહ્યા છે, સાથે જ નાગરિકોને કોઈ અગવડ ન પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહી વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે