અતુલ તિવારી/અમદાવાદ :કોરોના માટે સૌથી વધુ ટેસ્ટીંગ કર્યાનો દાવો ગુજરાત સરકાર દ્વારા સતત કરવામાં આવે છે. પરંતુ હકીકત છે કે, ગુજરાતમાં કોરોના કાબૂ બહાર ગયો હોવા છતા રાજ્યભરમાં કોરોના ટેસ્ટિંગના આંકમાં સતત ઘટાડો
 નોંધાયો છે. અત્યાર સુધી 1,19,537 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 8904 લોકોના રિપોર્ટ પોઝિટિવ અને 1,10,633 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. રાજ્યમાં 10 મે ના રોજ 3843 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 398 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 11 મે ના રોજ 2978 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 347 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. રાજ્યમાં 12 મે ના રોજ 3066 જેટલા લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાંથી 362 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 મે થી 6 મે સુધી ટેસ્ટિંગના આંકમાં સતત વધારો થયો, પરંતુ 6 મે બાદથી ટેસ્ટિંગની સંખ્યામાં થયો છે સતત ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 5 દિવસથી ટેસ્ટિંગ ઘટતાં દર્દીઓની સંખ્યા ઓછી થઈ અથવા તો સ્થિર થતી જોવા મળી. એક સંક્રમિત વ્યક્તિ અન્ય કેટલાકને પણ સંક્રમિત કરે છે, એવામાં ટેસ્ટિંગ ઘટતાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો બંને ચિંતાજનક બાબત ગણી શકાય. અંદાજે 35 ટકા જેટલું ટેસ્ટિંગ ઘટ્યું. ઘટતું ટેસ્ટિંગ ચિંતાજનક કહી શકાય.


  • 1 મે 4767

  • 2 મે 5342 

  • 3 મે 5944

  • 4 મે 4588

  • 5 મે 4984

  • 6 મે 5559

  • 7 મે 4762

  • 8 મે 4834

  • 9 મે 4263

  • 10 મે 3843


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 30 એપ્રિલ બાદ કોરોનાના દર્દીઓના આંકડામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જો સંક્રમણ સતત વધી રહ્યું હોય તો તેની સામે આ આંકડો બહુ જ ઓછો સાબિત થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર