અમદાવાદ: કોરોનાએ દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં હાલ કોરોના વાયરસના સંક્રમણ પર કાબુ મેળવવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યાં છે. જેને પગલે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 667 નવા દર્દીઓ નોંધાયા છે. તો બીજી તરફ 899 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. જ્યારે રાજ્યમાં કુલ 3 દર્દીઓના મોત થયા છે. ત્યારે રાજ્યમાં કોરોના ટેસ્ટનો આંકડો 1 કરોડને પાર કરી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Gujarat Corona Update: રાજ્યમાં કોરોનાનો નવા 667 દર્દીઓ નોંધાયા, 3 દર્દીના મોત


કોરોના કાળ શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા સતત લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આ કોરોના ટેસ્ટનો આંકડો આજે 1 કરોડને પાર કરી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,00,03,606 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેની સામે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 2,49,913 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 2,37,332 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,332 પર પહોંચ્યો છે. 


આ પણ વાંચો:- બિટ કોઈન કેસમાં નિશા ગોંડલીયા પર કોણે કર્યું હતું ફાયરિંગ, થયો ચોંકાવનારો ખુલાસો


કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે કોરોના વાયરસના સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. આજે રાજ્યમાં કુલ 47,942 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 737.57 ટેસ્ટ પ્રતિ મિલિયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,00,03,606 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,37,332 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર રાજ્યનો 94.92 ટકા છે.


આ પણ વાંચો:- આ કામ કરી બન્યો 'ખરો પટેલ', ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી બન્યો ભગવાન


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,93,249 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,93,134 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 115 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


આ પણ વાંચો:- કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આચંકા, છેલ્લા 2 મહિનામાં 70થી વધુ આચંકા


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 8,359 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 58 છે. જ્યારે 8,301 લોકો સ્ટેબલ છે. 2,37,332 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 4,332 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 3 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 1 સહિત કુલ 3 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube