બિટ કોઈન કેસમાં નિશા ગોંડલીયા પર કોણે કર્યું હતું ફાયરિંગ, થયો ચોંકાવનારો ખુલાસો

ચર્ચાસ્પદ બિટકોઈન કૌભાંડને લઇ મોટો ખુલાસો કરનાર નિશા ગોંડલીયા પર 2019માં જામખંભાળીયામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફાયરિંગ કેસમાં ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજીએ બે આરોપીઓની ધરપકડ કરી છે

Updated By: Jan 7, 2021, 05:12 PM IST
બિટ કોઈન કેસમાં નિશા ગોંડલીયા પર કોણે કર્યું હતું ફાયરિંગ, થયો ચોંકાવનારો ખુલાસો

ઝી મીડિયા બ્યૂરો/ અમદાવાદ: બિટકોઈન કૌભાંડ મામલે નિશા ગોંડલીયા પર થયેલા ફાયરિંગને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ દ્વારા આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે, આ કેસમાં નિશા ગોંડલીયાએ પોતાના પર ફાયરિંગ કરાવ્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

આ પણ વાંચો:- આ કામ કરી બન્યો 'ખરો પટેલ', ત્રણ વ્યક્તિઓને નવજીવન આપી બન્યો ભગવાન

શું છે સમગ્ર મામલો
ચર્ચાસ્પદ બિટકોઈન કૌભાંડને લઇ મોટો ખુલાસો કરનાર નિશા ગોંડલીયા પર 2019માં જામખંભાળીયામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે આ ફાયરિંગ કેસમાં ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજીએ બે આરોપીઓની ધરપકડ કરી છે. નિશા ગોંડલીયા પર ફાયરિંગ મામલે મુકેશ સિંધી અને અયુબ દલજાદાની ધરપકડ કરવામાં આવી છે.

(નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં બે આરોપીઓની ધરપકડ)

આ પણ વાંચો:- એપ્રિલ બાદ પહેલીવાર અમદાવાદ સિવિલમાં દર્દીઓની કુલ સંખ્યા 2 આંકડામાં પહોંચી

જો કે, આરોપીઓની ધરપકડ કર્યા બાદ ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, નિશા ગોંડલીયાએ પોતાના પર જ ફાયરિંગ કરાવ્યું હતું અને જેનો આરોપ જામનગરના કુખ્યાત જયેશ પટેલ અને યશપાલ જાડેજા પર નાખ્યો હતો. ત્યારે યશપાલ, જયેશ પટેલ અન નિશા ગોંડલીયા વચ્ચે આર્થિક વ્યવહારો થતા હોવાનું પણ સામે આવ્યું છે.

આ પણ વાંચો:- મોટી ઘાત ટળી, અમદાવાદના દર્દીઓએ કોરોનાના નવા સ્ટ્રેનને હરાવ્યો

ઉલ્લેખનીય છે કે, નિશા ગોંડલીયા દ્વારા કુખ્યાત જયેશ પટેલ સામે પોલીસ અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં નિશા ગોંડલીયાએ આક્ષેપ કર્યો હતો કે, બિટ કોઈન કેસમાં જયેશ પટેલ દ્વારા તેને ફસાવવામાં આવી રહી છે. તો બીજી તરફ નિશા ગોંડલીયા પર ભૂમાફિયા જયેશ પટેલ દ્વારા જીવલેણ હુમલાઓ અને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube