અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 5 દિવસથી સરેરાશ 700ની આસપાસ કેસ આવવા લાગ્યા છે. આજે 861 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 429 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 4,41,692 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત: આમ આદમી પાર્ટીનાં શહેર પ્રભારી રામ ધડૂક પર જીવલેણ હુમલો


રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 2,98,738 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,95,749 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 2989 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યમાં નોંધાયેલા દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 9528 એક્ટિવ કેસ છે. જ્યારે 72 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 9456 સ્ટેબલ છે. 27742 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2010 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજના દિવસમાં 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશન 4, સુરતમાં 2, અરવલ્લી 1, પાટણ 1, બનાસકાંઠામાં 1 અને ભરૂચમાં 1 આ પ્રકારે કુલ 15 લોકોનાં મોત નિપજ્યાં છે. 


સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: ભાવનગરમાં બપોર સુધીમાં 19 કેસ, બોટાદમાં 7 કેસ

નવા નોંધાયેલા કેસની જિલ્લાવાર વિગત
સુરત કોર્પોરેશનમાં 212, અમદાવાદ કોર્પોરેશનમાં 153, વડોદરા કોર્પોરેશનમાં 43, સુરત 95, રાજકોટ કોર્પોરેશન 18, વલસાડ 28, વડોદરા 25, અમદાવાદ 9, મહેસાણા 17, ભરૂચ 19, કચ્છ 5, ગાંધીનગર 24, નવસારી 16, ભાવનગર કોર્પોરેશન 14, બનાસકાંઠા 18, ખેડા 17, સુરેન્દ્રનગર 10, આણંદ 11, ભાવનગર 9, જામનગર કોર્પોરેશન 7, રાજકોટ 2, જુનાગઢ કોર્પોરેશ 12, અમરેલી 8, દાહોદ 13, જુનાગઢ 7, ગાંધીનગર કોર્પોરેશન 7, ગાંધીનગર 24, પાટણ 5, મોરબી 4, અરવલ્લી 5, પંચમહાલ 3, ગીર સોમનાથ 9, તાપી 8, સાબરકાંઠા 11, છોટાઉદેપુર 4, જામનગર 4, નર્મદા 1, બોટાદ 6 કેસ નોધાયા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર