સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: ભાવનગરમાં બપોર સુધીમાં 19 કેસ, બોટાદમાં 7 કેસ

ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. ભાવનગરમાં બપોરે 2 વાગ્યા સુધીમાં જ 19 કેસ પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ પ્રકારે જિલ્લામાં કુલ અત્યાર સુધીમાં 442 કેસ, 13 મોત થયા છે જ્યારે 181 લોકો સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને લોકોને ક્વોરન્ટાઇનની કામગીરી પણ ખુબ જ સુસ્ત ચાલી રહી છે. જેને પોઝિટિવ આવ્યો હોય તે વ્યક્તિઓ પોતે જ ક્વોરન્ટાઇન થઇ રહ્યા છે. આરોગ્ય વિભાગ આ મુદ્દે ખુબ જ સુસ્ત જોવા મળી રહ્યો છે. 

Updated By: Jul 9, 2020, 05:40 PM IST
સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ: ભાવનગરમાં બપોર સુધીમાં 19 કેસ, બોટાદમાં 7 કેસ

રાજકોટ : ભાવનગર જિલ્લામાં કોરોનાના કેસમાં કુદકેને ભુસકે વધારો થઇ રહ્યો છે. ભાવનગરમાં બપોરે 2 વાગ્યા સુધીમાં જ 19 કેસ પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ પ્રકારે જિલ્લામાં કુલ અત્યાર સુધીમાં 442 કેસ, 13 મોત થયા છે જ્યારે 181 લોકો સ્વસ્થ થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. હાલ તો આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને લોકોને ક્વોરન્ટાઇનની કામગીરી પણ ખુબ જ સુસ્ત ચાલી રહી છે. જેને પોઝિટિવ આવ્યો હોય તે વ્યક્તિઓ પોતે જ ક્વોરન્ટાઇન થઇ રહ્યા છે. આરોગ્ય વિભાગ આ મુદ્દે ખુબ જ સુસ્ત જોવા મળી રહ્યો છે. 

અમદાવાદમાં FACEBOOK થકી સંપર્કમાં આવેલા યુવકે યુવતીને કહ્યું મારી સાથે આવવું પડશે નહી તો...

જો કે તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે કે, સતત કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સેનિટાઇઝિંગની પ્રક્રિયા ચાલી રહી છે. જ્યાં પણ કેસ પોઝિટિવ આવે ત્યાં પાલિકા અને ફાયર વિભાગ દ્વારા સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવે છે. આ પ્રકારે એક વખતે કોરોના મુદ્દે સ્વસ્થ રહેલા સૌરાષ્ટ્રમાં હવે અચાનક કોરોનાનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. અમરેલી, રાજકોટ, ગોંડલ, જુનાગઢ, ગીર સોમનાથ સહિતનાં અનેક જિલ્લાઓમાં કોરોનાનાં કેસમાં કુદકે ભુસકે વધારો જોવા મળી રહ્યો છે. 

અમદાવાદની મહિલા સિંગરને થયો કડવો અનુભવ, આંખ ખોલતો કિસ્સો છે વાંચવા જેવો.

બોટાદમાં પણ 7 કેસ પોઝિટિવ
ભાવનગર જિલ્લામાંથી જ છુટા પડેલા બોટાદમાં પણ કોરોનાનો ત્રાસ યથાવત્ત છે. બોટાદમાં પણ એક દિવસમાં કોરોનાના 7 કેસ આવતા તંત્ર દોડતું થયું છે. આ પ્રકારે બોટાદમાં અત્યાર સુધીમાં કુલ 123 કેસ પોઝિટિવ આવ્યા છે. હાલ તો તંત્ર દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગ, સેનિટાઇઝિંગની પ્રક્રિયા ચલાવાઇ રહી છે. 

3 હત્યાને અંજામ આપનાર સૌરાષ્ટ્રના કુખ્યાત રાજુ શેખવા પર વધુ એક ફરિયાદ નોઁધાઈ

સૌરાષ્ટ્રમાં બહારથી આવેલા લોકોએ કોરોના વિસ્ફોટ કર્યાની લાગણી
સૌરાષ્ટ્રમાં કોરોના પહેલાથી જ કાબુમાં હતો. મોટા ભાગનાં જિલ્લાઓ કાં તો કોરોના મુક્ત હતા અથવા તો સિંગલ ડિઝિટમાં કેસ હતા. જો કે જેવું લોકડાઉન ખુલ્યું અને અમદાવાદ, સુરત, વડોદરા સહિતનાં શહેરમાં રહેતા લોકોએ ગામ તરફ આવવાનું ચાલુ કર્યું ત્યાર બાદ અચાનક કોરોના વિસ્ફોટ થયો તેવું સ્થાનિકોનું માનવું છે. જે ઘણા અંશે સાચું હોય તેવું પણ લાગી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર