ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી સતત 1500 કરતા વધુ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1560 નવા કેસ નોંધાયા છે. તો રાજ્યમાં વધુ 16 લોકોના કોરોનાને લીધા મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1302 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 લાખ 3 હજાર 509 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 3922 પર પહોંચી ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 337 કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 231, વડોદરા શહેરમાં 140, રાજકોટ શહેરમાં 87, પાટણમાં 64, સુરત ગ્રામ્ય 58, રાજકોટ ગ્રામ્ય 51, બનાસકાંઠા, 41, મહેસાણા 40, વડોદરા ગ્રામ્ય 40, ગાંધીનગર 36, ગાંધીનગર શહેર 34, પંચમહાલ 29, આણંદ 28, ખેડા 28, જામનગર શહેર 27, મહીસાગર 26, અમદાવાદ ગ્રામ્યમાં 24 કેસ નોંધાયા છે. 


રાજ્યમાં થયેલા મૃત્યુની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 12 લોકોના મૃત્યુ થયા છે. તો સુરત શહેરમાં 3 અને વડોદરામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી કુલ 3922 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. 


રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
ગુજરાતમાં આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા 14529 છે, જેમાં 92 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 1 લાખ85 હજાર 58 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 70 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં 75 લાખ 51 હજાર 609 કોરોના ટેસ્ટ થયા છે. રાજ્યનો રિકવરી રેટ 90.93 ટકા છે. તો ગુજરાતમાં 5 લાખ 5 હજાર 648 લોકો ક્વોરેન્ટાઈન છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube