Corona Update: રાજ્યમાં સતત ઘટી રહ્યાં છે કોરોનાના નવા કેસ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા
ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2 લાખ 38 હજાર 205 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 4254 થયો છે. અત્યાર સુધી રાજ્યમાં 2,22,911 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. હવે દરરોજ નવા કેસની સંખ્યા એક હજારને નીચે પહોંચી ગઈ છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 958 કેસ સામે આવ્યા છે. તો હવે મૃત્યુઆંકમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાને લીધે છ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1309 લોકોએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2 લાખ 38 હજાર 205 થઈ ગઈ છે. તો મૃત્યુઆંક 4254 થયો છે. અત્યાર સુધી રાજ્યમાં 2,22,911 દર્દીઓએ કોરોનાને માત આપી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 195, સુરત શહેરમાં 123, રાજકોટ શહેરમાં 97, વડોદરા શહેરમાં 96, સુરત ગ્રામ્ય 34, ખેડા 33, વડોદરા ગ્રામ્ય 32, મહેસાણા 31, રાજકોટ ગ્રામ્ય 29, કચ્છ 23, દાહોદ 23, ગાંધીનગર 19, સાબરકાંઠા 19, સુરેન્દ્રનગર 16, બનાસકાંઠા-ગાંધીનગર શહેર અને મોરબીમાં 15-15, ભાવનગર શહેર 14, અમરેલીમાં 11, જુનાગઢ શહેર અને પંચમહાલમાં 10-10 કેસ સામે આવ્યા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ચાર અને સુરતમાં બે દર્દીઓનો સમાવેશ થાય છે. કુલ મૃત્યુઆંક 4254 થઈ ગયો છે. રાજ્યમાં કેસની સાથે મૃત્યુઆંક ઘટી રહ્યો છે, જે સારી બાબત છે.
રાજ્યમાં કોરોનાની લેટેસ્ટ સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસ 11 હજાર નજીક છે. આજની તારીખે એક્ટિવ કેસની સંખ્યા 11040 છે. જેમાં 63 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 2 લાખ 22 હજાર 911 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. રાજ્યનો રિકવરી રેટ 93.58 ટકા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 54 હજાર 843 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધી રાજ્યમાં કોરોનાના 92 લાખ 17 હજાર 823 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં આજની તારીખે 5 લાખ 5 હજાર 474 લોકો ક્વોરેન્ટાઇન છે.
[[{"fid":"298897","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube