બ્રિજેશ દોશી/ગાંધીનગર :સીએમઓના સચિવ અશ્વિની કુમારે સરકારના નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. મહાનગરોમાં કોરોનાનાં કેસ વધુ છે, જેના કારણે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું પડશે. રાજ્ય સરકારે કોરોનાગ્રસ્ત શહેરોને જિલ્લાઓમાં વધુ કડકાઈનો નિર્ણય કર્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ, ખંભાત, બારેજા નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે. જૂનાગઢ અને જામનગર નગરપાલિકા અને 6 મહાનગરપાલિકાને બાદ કરતા 156 નગરપાલિકાઓમાં કામકાજ શરૂ કરવામાં આવશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નાગરિકો માટે મહત્વની જાહેરાત 


  • સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી તમામ લોકોએ ઘરની અંદર જ રહેવાનું રહેશે. આ દરમિયાન કોઈએ અવરજવર કરવાની રહેશે નહિ. આ સૂચનાનું દરેક ઝોનમાં કડકાઈથી પાલન કરવાની સૂચના તંત્રને આપી દેવાઈ છે.  

  • લોકડાઉન દરમિયાન કોઈને પણ પરવાનગી મેળવવા માટે નવેસરથી અપ્લાય કરવાનુ રહેશે નહિ. જે ગતિવિધિ સરકાર દ્વારા માન્ય રાખવામાં આવી હોય, જેમ કે, દૂધ, શાકભાજી, કરિયાણા, દવા અને આવશ્યક સેવાઓ દ્વારા પાસ અને પરવાનો આપવામાં આવ્યો હતો, તેને રિન્યુ કરવાનુ રહેશે નહિ. એક ઓર્ડર કરીને તેને રિન્યુ કરાશે. 


આજના મહત્વના સમાચાર : અમદાવાદના પૂર્વથી પશ્ચિમ વિસ્તારોને જોડતા 5 બ્રિજ બંધ કરાયા