વડોદરામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, કુલ સંક્રમિતોની સંખ્યા 102
ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા 500ને પાર પહોંચી ગઈ છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે.
રવિ અગ્રવાલ/વડોદરાઃ ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિતોનો આંકડો 500ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં અમદાવાદ બાદ સૌથી વધુ કેસ વડોદરામાં નોંધાયા છે. ત્યારે વધુ એક નવો કેસ સામે આવતા શહેરમાં સંક્રમિતોની સંખ્યા વધીને 102 પર પહોંચી ગઈ છે. તો અત્યાર સુધી 3 લોકોના મૃત્યુ પણ થયા છે. શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સત્યમ એપાર્ટમેન્ટમાં આ નવો કેસ નોંધાયો છે.
વડોદરામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 100ને પાર
ગુજરાતમાં માત્ર બે શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધારે છે. અમદાવાદમાં અત્યાર સુધી 282 કેસ નોંધાયા છે. તો વડોદરામાં 102 કેસ થઈ ગયા છે. મહત્વનું છે કે વડોદરાના નાગરવાડા વિસ્તારમાંથી સૌથી વધુ કેસ સામે આવ્યા છે. શહેરમાં અત્યાર સુધી 7 લોકો કોરોના વાયરસને માત આવી ચુક્યા છે. તો હાલ 92 દર્દીઓ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે.
ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 500ને પાર
રાજ્યમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી કોરોના પીડિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ગુજરાતમાં 517 કોરોના પોઝિટિવ કેસ છે. તો રાજ્યમાં અત્યાર સુધી 24 લોકોના મૃત્યુ પણ થયા છે. અમદાવાદમાં કુલ 282 કેસ છે. ગાંધીનગરમાં 15, સુરતમાં 28, રાજકોટમાં 18 અને ભાવનગરમાં 23 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 44 દર્દીઓ સાજા પણ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર