કોરોના વાયરસઃ મહેસાણામાં નવા 15, દાહોદમાં 3, મોરબીમાં 2 કેસ નોંધાયા
રાજ્યમાં જો કોરોનાની વાત કરવામાં આવે તો બુધવારે રાત સુધીમાં કુલ 33 હજાર 318 કેસ સામે આવ્યા છે. તો 1869 લોકોના મૃત્યુ પણ થયા છે. રિકવર થનારા દર્દીની સંખ્યા 24038 છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસ (corona virus)ના વધી રહેલા કેસો ચિંતાનો વિષય છે. હવે તો મોટા શહેરોની સાથે અન્ય જિલ્લાઓમાં પણ સતત કેસ વધી રહ્યાં છે. આજે મહેસાણામાં નવા 15 કેસ નોંધાયા છે. હજુ પણ 189 સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. મહેસાણા જિલ્લામાં હાલ કોરોનાના 80 એક્ટિવ કેસ છે. તો અત્યાર સુધી 208 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આજે મહેસાણા શહેરમાં 11, કડીમાં 2, વિસનગરમાં 1 અને બહુચરાજીમાં એક કેસ નોંધાયો છે.
દાહોદમાં નવા 3 કેસ સામે આવ્યા છે. એક 22, એક 33 વર્ષના યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો એક 52 વર્ષીય પુરૂષ પણ કોરોનાનો શિકાર બન્યા છે. નવા કેસની સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 60ને પાર પહોંચી છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 14 છે.
રાજ્યમાં 6થી 8 જુલાઈ ભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
વડોદરા જિલ્લાના પાદરામાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે પાદરામાં સાત નવા કેસ સામે આવ્યા છે. આ સાથે કુલ કેસોની સંખ્યા 123 પર પહોંચી છે. તો મોરબીમાં વધુ બે નવા કેસ સામે આવ્યા છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધી કુલ 33 પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં જો કોરોનાની વાત કરવામાં આવે તો બુધવારે રાત સુધીમાં કુલ 33 હજાર 318 કેસ સામે આવ્યા છે. તો 1869 લોકોના મૃત્યુ પણ થયા છે. રિકવર થનારા દર્દીની સંખ્યા 24038 છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube