ચેતન પટેલ/સુરત :અત્યાર સુધી ગુજરાતમાં અમદાવાદ શહેર કોરોના (Coronavirus) નું એપિ સેન્ટર બની ગયું છે. પણ લાગે છે કે, સુરત શહેર પણ જલ્દી જ આ મામલે અમદાવાદને ઓવરટેક કરી લેશે. આજે પહેલીવાર આંકડા બતાવે છે કે, અમદાવાદ કરતા સુરત (surat) માં કેસનો આંકડો વધુ છે. આજે ગુજરાતમાં નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 50 તો સુરતમાં 69 નવા કેસ નોંધાયા છે. આ નવા કેસ સુરતના લંબે હનુમાન રોડ, ઉધના, સલાબતપુરા, પાંડેસરા, કતારગામ, લાલગેટ, લિંબાયતમાં નોંધાયા છે. છેલ્લા 12 કલાકમાં સુરતમાં સૌથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 338 પર પહોંચી છે. સુરત શહેરના 325 અને જિલ્લાના 13 દર્દી છે. આજે વધુ એક મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે. જેથી મૃત્યુનો આંક 11 પર પહોંચી ગયો છે. જ્યારે આજે વધુ એક શંકાસ્પદનું પણ મોત થયું છે. 


ગાંધીનગરનો સૌપ્રથમ દર્દી એક મહિનાની સારવાર બાદ આખરે કોરોનામુક્ત બન્યો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરત પોલીસ દ્વારા સેનિટાઇઝિંગ વ્હીકલ વેન શરૂ કરવામાં આવી છે. શહેરના ટ્રાફિક પોઈન્ટ અને કરફ્યૂગ્રસ્ત વિસ્તારમાં સેનિટાઇઝિંગ વ્હીકલ જશે. આ વેન ટીઆરબી અને પોલીસ જવાનોને પણ સેનેટાઈઝ કરશે. સેનિટાઇઝિંગ વ્હીકલ વેનમાં ઇન્વેટરની સુવિધા મૂકાઈ છે. કોરોના ગ્રસ્ત વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ, ટીઆરબીના જવાનો તમામની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ પ્રથમ વેન શરૂ કરવામાં આવી છે. જેના બાદ તબક્કાવાર અલગ અલગ ઝોનમાં કાર્યરત કરવામાં આવશે.


સરકારની ચિંતામાં ઓર વધારો, ગુજરાતના વધુ 2 જિલ્લામાં થઈ કોરોનાની એન્ટ્રી


કોરોના સંકટમાં સુરતના મેયર તબીબ બનશે
કોરોના સંકટમાં સુરતના મેયર જગદીશ પટેલ લોકોની મદદ માટે આગળ આવયા છે. સુરતના મેયર હવે તબીબ તરીકે પણ ફરજ બજાવશે. મેયર જગદીશ પટેલ કોરોનાના પોઝિટિવ દર્દીના પરિવારજનોનું કાઉન્સેલિંગ કરશે. આ ઉપરાંત સ્મીમેર હોસ્પિટલમાં મેનેજમેન્ટનું પણ દેખરેખ કરશે. મેયર જગદીશ પટેલ પોતે એક તબીબ છે. જેથી તેઓ કોરોનાના સંકટમાં રોજના 4 થી 5 કલાક સેવા આપશે.


કોરોનાને કારણે ગીરના સિંહો ભૂલાયા, 2 મહિનામાં 25 સિંહોનો મોત


વલસાડમાં પહેલીવાર એકસાથે 3 કેસની એન્ટ્રી
વલસાડ જિલ્લામાં એક પછી એક ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા સરકારી તંત્ર દોડતું થઈ ગયું છે. જિલ્લાના ઉમરગામ, ધરમપુરના આસુરા ગામ અને ડુંગરીમાં કોરોના દર્દી મળી આવતા આજુબાજુ ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વલસાડના ધરમપુર અસુરા ગામના યુવાનનું કોરોના કેસમાં મૃત્યુ થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ત્યારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારથી ડુંગરી અને આસુરા ગામના આજુબાજુ ગામના લોકોને વલસાડ સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર